Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

૨૦૨૩-૨૪માં વિકાસદર ૬.૫ ટકા રહેવાનું અનુમાન

લોકસભામાં રજુ થયું આર્થિક સર્વેક્ષણ : ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વધતી ઇકોનોમી બની રહેશે : ભારત પીપીપી મામલે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા

નવી દિલ્હી તા. ૩૧ : વિશ્વભરમાં મંદીના અવાજ છતાં ભારતનો આર્થિક વિકાસ દર આગામી નાણાકીય વર્ષમાં એટલે કે ૨૦૨૩-૨૪માં ૬.૫% પર રહેશે. જો કે, તે ચાલુ નાણાકીય વર્ષમાં ૭% અને પાછલા નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨ના ૮.૭% ના આંકડા કરતા ઓછો છે. લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા આર્થિક સર્વે ૨૦૨૨-૨૩માં આ આંકડાઓ સામે આવ્યા છે. તેમાં વિકાસ દર નીચો રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતા મુખ્ય દેશોમાં રહેશે.

ઈકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના યુગ પછી ભારતીય અર્થવ્યવસ્થાની રિકવરી અન્ય દેશોની સરખામણીએ ઝડપી રહી છે. સ્થાનિક માંગમાં વધારો અને મૂડી રોકાણને કારણે આ શકય બન્યું છે. જો કે, સર્વેમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે કે વિશ્વભરમાં કિંમતો વધવાથી ચાલુ ખાતાની ખાધ વધી શકે છે. તેનાથી રૃપિયા પર દબાણ આવી શકે છે. જો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારશે તો રૃપિયાનું અવમૂલ્યન થઈ શકે છે. લાંબા ગાળે દેવું મોંઘુ પડી શકે છે. ખરીદ શકિત સમાનતાની દ્રષ્ટિએ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિનિમય દરની દ્રષ્ટિએ પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

ઇકોનોમિક સર્વે જણાવે છે કે ચાલુ ખાતાની ખાધને ફાઇનાન્સ કરવા માટે ભારત પાસે પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ અનામત છે. તે રૃપિયાની અસ્થિરતાને નિયંત્રિત કરવાના હેતુ માટે પણ પૂરતું છે. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાનો સામનો કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થા વિકાસના માર્ગ પર આગળ વધી છે. અન્ય ઘણા દેશોની તુલનામાં ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૨માં પહેલાથી જ પ્રી-કોરોના સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. જો કે સર્વેમાં મોંઘવારી પર ચિંતા વ્યકત કરતા કહેવામાં આવ્યું છે કે મોંઘવારી પર અંકુશ લાવવાનો પડકાર હજુ પણ અકબંધ છે. યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

સર્વે અનુસાર, ય્ગ્ત્ દ્વારા લેવામાં આવેલા પગલાં બાદ નવેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર ય્ગ્ત્ના સહનશીલતા બેન્ડથી નીચે આવી ગયો છે. વિશ્વની મોટા ભાગની કરન્સી કરતાં ભારતીય ચલણ ડોલર સામે સારું પ્રદર્શન કરી રહ્યું છે.

આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ એટલે કે ઘ્ખ્ભ્ચ્હ્ર નાણાકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ આઠ મહિનામાં ૬૩.૪ ટકા વધ્યો છે. ગત વર્ષની સરખામણીએ તેમાં વધારો નોંધાયો છે. તે જ સમયે, જાન્યુઆરીથી નવેમ્બર મહિના દરમિયાન ચ્ઘ્ન્ઞ્લ્ દ્વારા સમર્થિત પ્લ્પ્ચ્ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ઘિ ૩૦.૬ ટકાથી વધુ રહી છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થાએ જે ગુમાવ્યું હતું તેમાંથી પાછી મેળવી લીધી છે. કોવિડ રોગચાળા દરમિયાન જે પ્રવૃત્ત્િ।ઓ ધીમી પડી હતી તે ફરીથી સક્રિય થઈ ગઈ છે.  આર્થિક સર્વે અમૃત કાલ થીમ પર આધારિત છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ના જોખમમાં ઘટાડાને કારણે સપ્લાય ચેઇનમાં સુધારો અને મજબૂત સ્થાનિક માંગ વૃદ્ઘિને ટેકો આપશે. સર્વેમાં વધુમાં જણાવાયું છે કે આગામી નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો ૬ ટકાથી ઓછો રહેવાની ધારણા છે.

આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોર્પોરેટ અને કંપનીઓની બેલેન્સ શીટમાં મજબૂતીના સંકેતો છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ત્ગ્ઘ્ની વ્યવસ્થાને કારણે 'ઇઝ ઓફ ડુઇંગ' બિઝનેસમાં વધારો થયો છે. સરકારે સર્વેમાં જણાવ્યું છે કે ભારત સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વની મોટી શકિત બની ગયું છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં વિદેશી હૂંડિયામણનો પૂરતો ભંડાર છે. તેનાથી કરંટ ડેફિસિટ (ઘ્ખ્ઝ્ર)ની ભરપાઈ થશે. રૃપિયો ગગડતો બચાવવા માટે રિઝર્વ બેંકને વિદેશી મુદ્રા ભંડારમાં હસ્તક્ષેપ કરવાનો અવકાશ પણ રહેશે.

(3:16 pm IST)