Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

મહિલાઓ માટે બજેટમાં વિશેષ જાહેરાતો થઇ શકે

મહિલાને રોજગારી આપનારને રાહત

        નવી દિલ્હી,તા. ૩૧ : નાણાંપ્રધાન અરૂણ જેટલી રોજગારીને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ જાહેરાત કરી શકે છે. ખાસ કરીને મહિલા રોજગારીને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પગલા જાહેર કરવામાં આવી શકે છે. વધુ સંખ્યામાં મહિલા કર્મચારીઓને નોકરી આપનાર કંપનીઓ માટે કેટલીક રાહત આપવામાં આવી શકે છે. સંસદમાં આવતીકાલે ૧૧ વાગે બજેટ રજૂ કરવામાં આવનાર છે. બજેટમાં મહિલા વર્કરો માટે લાગૂ પડતી સ્કીમ માટે યોગદાન યોજનામાં પણ રાહત આપવામાં આવી શકે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા હાથ ધરવામાં આવેલી મહિલા વર્કરો માટેની સ્કીમમાં રાહત મળી શકે છે. મહિલા વર્કરો માટે કન્ટ્રીબ્યુશનમાં ઘટાડેલી રેટ ૬થી ૧૦ ટકા વચ્ચે હોઈ શકે છે. કેન્દ્રીય બજેટમાં આને લઇને પણ જાહેરાત થઇ શકે છે.

(7:36 pm IST)