Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

વિશ્વના ધનવાન દેશોની યાદીમાં ભારત છઠ્ઠા સ્થાને :અમેરિકા અવ્વ્લ

દેશની કુલ સંપત્તિ 8230 અબજ ડોલર :64,584 અબજ ડોલર સાથે અમરિકા ટોચે ;બીજા સ્થાને ચીનની 19,522 અબજ ડોલરની સંપત્તિ

 

નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનવાન દેશોની યાદીમાં ભારતછઠ્ઠા સ્થાને રહયું છે જયારે અમેરિકા ટોચના ક્રમે છે દેશની કુલ સંપત્તિ 8230 અબજ ડૉલર છે. ન્યૂ વર્લ્ડ વેલ્થના અહેવાલ મુજબ  2017માં 64,584 અબજ ડૉલરની સંપત્તિ સાથે અમેરિકા વિશ્વનો સૌથી ધનિક દેશ છે.અમેરિકા પછી 24,803 અબજ ડોલરની સંપત્તિ સાથે ચીન બીજા સ્થાન અને 19,522 અબજ ડોલરની સંપત્તિ સાથે જાપાન ત્રીજા સ્થાને છે.

 

  કુલ સંપત્તિના મતલબ દરેક દેશ/શહેરમાં રહેનારા તમામ વ્યક્તિઓની અંગત સંપત્તિથી છે. આમાં, તેમની લોનને ઘટાડીને તમામ સંપત્તિઓ (પ્રોપર્ટી, રોકડ, શેર, બિઝનેસ ભાગીદારી) શામેલ કરવામાં આવે છે.જોકે, રિપોર્ટના આંકડામાંથી સરકારી ધનને બાકાત રાખવામાં આવ્યું છે. યાદીમાં 9919 અબજ ડોલરની સંપત્તિ સાથે બ્રિટન ચોથા 9660 અબજ ડોલર સાથે જર્મની પાંચમા, 6649 અબજ ડોલર સાથે ફ્રાન્સ સાતમા, કેનેડા (6393 અબજ ડૉલર), ઑસ્ટ્રેલિયા 9મા (6142 અબજ ડોલર) અને ઈટાલી 10મા (4726 અબજ ડોલર) સ્થાન પર છે.

 

  અહેવાલમાં  ભારતને 2017માં સૌથી સારો દેખાવ કરનારું માર્કેટ ગણાવવામાં આવ્યું. 2016માં દેશની કુલ સંપત્તિ 6584 અબજ ડૉલર હતી જે વધીને 2017માં 8230 ડોલર થઈ છે આમ,એક વર્ષમાં દેશની કુલ સંપત્તિમાં 25 ટકાની વૃદ્ધિ થઈ છે.

  અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, છેલ્લા એક દાયકા (2007-2017)માં દેશની કુલ સંપત્તિમાં 5100 અબજ ડોલરનો વધારો થયો છે.આમાં 160 ટકાનો ઉછાળો નોંધાયો છે. કરોડપતિઓની રીતે ભારત દુનિયાનો સાતમો સૌથી મોટો દેશ છે, અહીં 20730 કરોડપતિ છે. જ્યારે અબજોપતિની રીતે ભારતનું સ્થાન અમેરિકા અને ચીન બાદ ત્રીજું છે. દેશમાં કુલ 119 અબજપતિ છે.

(9:08 am IST)