Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વિદેશ જવા ઈચ્છતા મુસાફરો ધ્યાન આપેઃ મહત્વના રૂટ પર વિમાન સેવા ચાલુ જ છેઃ કોઈ ગેરસમજ ન રાખે

રાજકોટઃ કેન્દ્ર સરકારે કોરોના વાયરસને ધ્યાને લેતા ૩૧મી ડીસેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય વિમાનોની સેવાઓ સસ્પેન્ડ કરી હોવાનો અહેવાલોને કારણે લોકોમાં ભારે ગેરસમજણ થઈ રહી હોવાનું જાણ વા મળે છે. આ અંગે જાણકારોનું કહેવુ છે કે વંદે ભારત મિશન અને એર બબલની વ્યવસ્થાને કારણે યુકે, યુએસ, ફ્રાન્સ અને જર્મની સહિતના દેશો સાથે વિમાન સેવા ચાલુ જ છે. ભારત સરકારે જે અગાઉ કોન્ટ્રાકટ કરેલા છે તે અનુસાર વિવિધ દેશોની સેવાઓ ચાલુ જ છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકત્તા, મદ્રાસ વગેરે સ્થળોથી સ્પાઈસ જેટ, એર ઈન્ડીયા, બ્રિટીશ એરવેજ વગેરેની વિમાન સેવાઓ ચાલુ છે. વંદે માતરમ મિશન હેઠળ આ સેવા ૨૮ માર્ચ ૨૦૨૧ સુધી ચાલુ રહેવાની છે. અખાતના દેશો સાથેની વિમાન સેવાઓ પણ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે. અત્યાર સુધીમાં એર ઈન્ડીયાએ જ ૨૭ નવેમ્બર સુધીમાં વિદેશથી ૧૨.૯૨ લાખ લોકોને ભારત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેસ ટુ કેસના આધારે પસંદગીના રૂટો પર ઈન્ટરનેશનલ ફલાઈટ ચાલુ જ છે. લોકોએ ગેરસમજણ રાખવાની જરૂર નથી.

(3:46 pm IST)