Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ઉર્મિલા માતોંડકર હવે શિવસેનામાં જોડાશે

કોંગ્રેસની ટિકિટ પર ૨૦૧૯માં લડી હતી ચૂંટણી

મુંબઇ, તા.૩૦: બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર મંગળવારે શિવસેનામાં જોડાશે. તેમણે ૨૦૧૯માં કોંગ્રેસની ટિકટ પર લોકસભાની ચૂંટણી લડી હતી અને તે પછી તેમણે પાર્ટી છોડી દીધી હતી. પાર્ટીના એક પદઅધિકારીએ આ મામલે જાણકારી આપી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘ ઠાકરના નજીકના સહયોગી હર્ષલ પ્રધાને રવિવારે કહ્યું હતું કે ઊર્મિલા માતોંડકર મુખ્યમંત્રીની હાજરીમાં શિવસેનામાં જોડાશે.

શિવસેનાએ રાજયપાલ બીએસ કોશ્યારીની પાસે માતોંડકરનું નામ વિધાન પરિષદમાં રાજયપાલ કોટોમાં જોડાવ માટે પણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય આ કોટો માટે મહા વિકાસ અધાડીએ ૧૧ બીજા નામ પણ મોકલાયા છે.

જો કે રાજયપાલે હજી ૧૨ નામોને મંજૂરીથી આપી. માતોંડકરે ૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં મુંબઇની ઉત્ત્।રી સીટથી કોંગ્રેસ ટિકિટ પર ચૂંટણી લડી હતી. જો કે ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી તે કોંગ્રેસનું મુંબઇના પ્રવકતા તરીકે કામ કરી રહી હતી પણ પાછળથી તેમણે પાર્ટી છોડી દીધી હતી.

તમને જણાવી દઇએ કે ઉર્મિલા માતોડકરનું નામ આ પહેલા અનેક વિવાદો સાથે પણ જોડાયેલું છે.

ઉર્મિલા માતોંડકર મામલે ગત મહિને શિવસેનાના નેતા અને પ્રવકતા સંજય રાઉતે કહ્યું હતું કે મેં પણ આ અટકળો વિષે સાંભળ્યું છે. સરકાર માતોંડકરને પરિષદ માટે મનોનીત કરશે. આ રાજયના મંત્રીમંડળનો વિશેષઅધિકાર છે. મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે આ પર પોતાનો નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ કંગના રનૈતની POK વાળી વિવાદાસ્પદ ટ્વિટ પર ઊર્મિલા માતોડકરે અનેક ટ્વિટ કરીને આ મામલે પ્રતિક્રિયા આપી હતી. ત્યારે તે ચર્ચાનું કેન્દ્ર બની હતી. અને હવે તે કોંગ્રેસ છોડી શિવસેનાનો ભાગ બની છે.

(3:46 pm IST)