Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

પંજાબ ઢાબામાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ પોલીસે ગનમેન આપ્યો'તો:ચોંકાવનારો ખુલાસો

ઢાબામાં પોલીસની હાજરીમાં ચાલતો દેહ વ્યાપારનો વેપલો, ગનમેન રહેતો હતો તૈનાત

પંજાબમાં એક ઢાબામાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ થતા ચોંકાવનારો ખુલાસો થયો છે. ઢાબાના માલિકને પોલીસે એક ગનમેન આપ્યો હતો. જે આ પોઈન્ટ પર સુરક્ષા કરી રહ્યો હતો.

 પંજાબના ગુરૂદાસપુર જિલ્લાના દીનાનગરના DSP એ પોલીસ ટુકડી સાથે દરોડા પાડ્યા હતા. છેલ્લા ઘણા સમયથી આ જગ્યા પર ઢાબામાં દેહવ્યાપારનો ધંધો ધમધમતો હતો. પોલીસે દરોડા પાડીને એક પ્રેમી યુગલ સહિત ઢાબાના માલિકની ધરપકડ કરી છે. જ્યારે યુવતીઓની સપ્લાય કરનારી એક મહિલા હજું ફરાર છે.

 દીનાનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કુલવિંદરસિંહે જણાવ્યું હતું કે, DSPને સૂચના મળી હતી દીનાનગરના બસ સ્ટેશન નજીક આવેલા એક છિંદા ઢાબામાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા અને ઘટના સ્થળેથી એક યુવક-યુવતીની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ પહોંચી ત્યારે બંને વ્યક્તિ કઢંગી હાલતમાં હતા.ઢાબામાં યુવતીની સપ્લાય કરતી મહિલા ફરાર છે. પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે ફરાર મહિલાને ઝડપવા માટે પગલાં લેવાયા છે.

 સુત્રોમાંથી મળતી વિગત અનુસાર ઢાબાનો માલિક શિવસેના પંજાબનો ઉપાધ્યક્ષ છે. પોલીસે એને પણ સુરક્ષા આપી હતી.પણ આ વિશે પોલીસ કોઈ વાત કરવા માટે તૈયાર નથી. પોલીસે કહે છે કે, આ કેસમાં તપાસ હજું ચાલું છે. જ્યારે શિવસેનાના અન્ય પદાધિકારીએ પણ કહ્યું કે, ઢાબાનો માલિક શિવસેના પંજાબનો ઉપાધ્યક્ષ હતો. પોલીસે એની સુરક્ષા માટે એક ગનમેન પણ ફાળવ્યો હતો. પણ થોડા દિવસ પહેલા તેને પદ પરથી દૂર કરી દેવાયો હતો.

(12:13 pm IST)