Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

મતદાનની જેમ રસીકરણ કાર્યક્રમ ચલાવાશે

લોકોએ મતદાન કેન્દ્ર પર જઈ રસીના ડોઝ લેવાના રહેશેઃ મોબાઈલ પર મળશે લીન્ક-મેસેજઃ હોસ્પીટલના બદલે મતદાન કેન્દ્ર પર રસીકરણ વધુ સુવિધાજનક રહેશે

નવી દિલ્હી, તા. ૩૦ :. મતદાનના દિવસે જે પ્રકારે વ્યવસ્થા થાય છે તેવી જ વ્યવસ્થા કોવિડ-૧૯ના રસીકરણ માટે પણ કરવામાં આવશે. સાથે સાથે નાના શહેરોથી લઈને ગામડાઓ સુધી લોકોને રસીકરણ માટે પ્રોત્સાહીત કરવા માટે પ્રતિરક્ષા દિવસ મનાવવામાં આવશે અને રસી આપનાર કંપનીને બેન્ક ગેરંટી આપવામાં આવશે. રસીકરણને લઈને સરકારે રણનીતિ તૈયાર કરી છે.

વધુને વધુ લોકોને રસી મળે તે માટે યોગ્ય વ્યવસ્થા સરકારે કરી છે અને મતદાન પ્રક્રિયાની જેમ જ હશે. આવુ એટલા માટે કે કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ પાસે આ બાબતે વ્યાપક અનુભવ છે.

સરકાર રસીકરણ માટે બુથ બનાવશે. આવા બુથ દેશભરમાં મતદાન કેન્દ્રો પર બનાવવામાં આવશે. પ્રથમ ચરણમાં જેમનુ નામ મતદાર યાદીમાં હશે તેમને અપાશે. લોકોના નામની મેળવણી માટે આધાર કાર્ડ કે મતદાન ઓળખપત્ર ઉપયોગમાં લેવાશે. આનાથી સ્વાસ્થ્ય કર્મચારીઓ, શિક્ષકો અને રસીકરણમાં સામેલ કર્મચારીઓને સુવિધા મળશે.

હોસ્પીટલોમાં રસી આપવા કરતા મતદાન કેન્દ્રો વધુ સરળ રહેશે લોકો તેનાથી પરીચીત પણ છે. જે લોકોને રસી આપવામાં આવશે તેમને આધારની સાથે સરકાર મોબાઈલ લીન્કેજની યોજના પણ બનાવી રહી છે. લોકોએ બુથ પર જઈને પ્રથમ અને બીજો ડોઝ લેવા માટે તેમના મોબાઈલ પર રીમાઈન્ડર પણ મોકલાશે. જેમની પાસે મોબાઈલ નહિ હોય તેમને માટે અલગથી વ્યવસ્થા થશે.

સરકાર રસીકરણના વ્યાપક પ્રચાર અને પ્રસારની પણ યોજના બનાવી રહી છે.

(10:35 am IST)