Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

૨૪ કલાકમાં ૪૦ હજારથી ઓછા કેસ : સંક્રમિતોનો આંક ૯૪ લાખને પાર

૨૪ કલાકમાં ૪૪૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો : કુલ મૃત્યુઆંક ૧,૩૭,૧૩૯એ પહોંચ્યો

નવી દિલ્હી તા. ૩૦ : ભારતમાં રવિવારે ૮.૭૬ લાખ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું જે સામાન્ય દિવસોની તુલનામાં ઘણું ઓછું કહી શકાય તેની સીધી અસર નવા કેસો નોંધાવામાં પણ જોવા મળી છે. પરંતુ સૌથી ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યો છે અને હવે કોરોના સંક્રમણના કુલ કેસ ૯૪ લાખના આંકને પણ પાર થઈ ગયો છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૮,૭૭૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૪૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૪,૩૧,૬૯૨ થઈ ગઈ છે.

 વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૮૮ લાખ ૪૭ હજાર ૬૦૦ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલમાં ૪,૪૬,૯૫૨ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૭,૧૩૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૯ નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૪,૦૩,૭૯,૯૭૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના ૨૪ કલાકમાં ૮,૭૬,૧૭૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોનાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે ૨૪ કલાકમાં ગુજરાતમાં નવા ૧૫૬૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે રાજયમાં કોરોના વાયરસના કારણે વધુ ૧૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સૌથી વધારે અમદાવાદમાં ૧૧ લોકોના મોત નીપજયા હતા. જયારે ૧૪૫૧ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે.

અમેરિકા અને ભારત છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો આંક ઘટવા તરફ આગળ ધપી રહ્યો છે : અમેરિકામાં નવા ૧.૩૮ લાખ કેસ, જયારે ભારતમાં ૩૮ હજાર કેસ અને ૪૪૩ મોત

અમેરીકા   :  ૧,૩૮,૧૮૮ નવા કેસો

ભારત     :  ૩૮,૭૭૨ નવા કેસો

રશિયા     :  ૨૬,૬૮૩ નવા કેસો

બ્રાઝીલ    :  ૨૪,૪૬૮ નવા કેસો

ઈટાલી     :  ૨૦,૬૪૮ નવા કેસો

ઈંગ્લેન્ડ    :  ૧૨,૧૫૫ નવા કેસો

જર્મની     :  ૧૩,૬૩૭ નવા કેસો

ફ્રાન્સ      :  ૯,૭૮૪ નવા કેસો

કેનેડા      :  ૫,૪૬૮ નવા કેસો

બેલ્જીયમ  :  ૩,૬૧૯ નવા કેસો

જાપાન    :  ૨,૫૮૫ નવા કેસો

યુએઈ     :  ૧,૨૫૧ નવા કેસો

સાઉથ કોરીયા   :        ૪૪૯ નવા કેસો

હોંગકોંગ   :  ૧૧૫ નવા કેસો

ઓસ્ટ્રેલિયા :  ૮ નવા કેસ

ન્યુઝીલેન્ડ :  ૨ નવા કેસ       

ભારતમાં કોરોના ઉડતી નજરે

નવા કેસો     :  ૩૮,૭૭૨ કેસો

નવા મૃત્યુ    :  ૪૪૩

સાજા થયા    :  ૪૫,૩૩૩

કુલ કોરોના કેસો :        ૯૪,૩૧,૬૯૨

એકટીવ કેસો  :  ૪,૪૬,૯૫૨

કુલ સાજા થયા  :        ૮૮,૪૭,૬૦૦

કુલ મૃત્યુ      :  ૧,૩૭,૧૩૯

૨૪ કલાકમાં ટેસ્ટ        :        ૮,૭૬,૧૭૩

કુલ ટેસ્ટ      :  ૧૪,૦૩,૭૯,૯૭૬

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા :   ૧,૩૭,૫૦,૪૦૪ કેસો

ભારત     :   ૯૪,૩૧,૬૯૨ કેસો

બ્રાઝીલ   :   ૬૩,૧૪,૭૪૦ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(3:47 pm IST)