Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ભગવા આતંકવાદની વાત કરનારાને જૂતાં મારો : વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહ

પુલવામા હુમલામાં પોતાના હાથની પાકની કબૂલાત : પુલવામાં હુમલા અંગે સરકાર પર પ્રહાર કરનારા કોંગ્રેસ સહિત વિરોધીઓ ઉપર કેન્દ્રીય મંત્રી વીકે સિંહનો વાર

નવી દિલ્હી ; પુલવામા હુમલાની પાછળ પાકિસ્તાનએ પોતાનો હાથ હોવાની વાત સ્વીકારી લીધી છે. ત્યારબાદથી ભારતીય જનતા પાર્ટીના નેતા કેન્દ્ર સરકાર પર પ્રશ્ન કરનારને આડે હાથ લીધા છે. પૂર્વ આર્મી ચીફ અને મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહએ વિપક્ષ પર પ્રહારો કર્યા છે. પાકિસ્તાનના કબૂલનામા પર વી.કે.સિંહે કહ્યું કે એ કહેવું કે સરકારે જ હુમલો કરાવ્યો હશે અને તેથી જ તેનાથી પહેલાં પણ તેની પાર્ટીએ એક ભગવા આતંકની વાત કરી હતી, તેનું એક મોટું રૂપ બનાવા માંગ્યું. આવા લોકોની ઉપર પ્રજાએ જરા પણ વિશ્વાસ કરવો જોઇએ નહીં પરંતુ હું તો એ કહીશ કે તેમને ખુલ્લામાં જૂતા મારવા જોઇએ.

૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ જ્યારે પુલવામામાં સુરક્ષાબળોના કાફલા પર આતંકવાદી હુમલો થયો તો વિપક્ષે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે પુલવામા હુમલાની પાછળ મોદીનો હાથ છે કારણ કે તેઓ ચૂંટણી જીતવા માંગતા હતા. અબ્દુલ્લાએ કહ્યું હતું કે ભારતે અનુરોધ કરવો જોઇએ કે બાલાકોટ હુમલામાં નુકસાનના પુરાવાની તપાસ અને ખુલાસા કરવા માટે એક સંયુકત રાષ્ટ્ર સમિતિની રચના કરવામાં આવે.

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારમાં મંત્રી ફવાદ ચૌધરીએ એક નિવેદનમાં માન્યું છેકે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. તેમમે કહ્યું હતું કે પુલવામા હુમલો પાકિસ્તાનની કામયાબી છે. ફવાદ ચૌધરીએ પુલવામા હુમલાનો શ્રેય ઇમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈને આપ્યો. તેમણે કહ્યું હતું કે પુલવામા હુમલો ઇમરાન ખાન માટે એક ઉપલબ્ધિ છે. જો કે વિવાદ વધ્યા બાદ તેઓ પોતાના નિવેદનથી પલટી ગયા. ફવાદ ચૌધરીએ એક મીડિયા ઇન્ટવ્યુમાં કહ્યું કે બે ઘટના બની હતી. એક ૧૪ ફેબ્રુઆરીના રોજ બની હતી જ્યારે બીજી ૨૬ ફેબ્રુઆરીના રોજ બની હતી.

મેં મારી સ્પીચમાં જે ઘટનાનો ઉલ્લેખ કર્યો છે તે ૨૬ ફેબ્રુઆરીની જ છે. જ્યારે હિન્દુસ્તાને જુર્રત કરી હતી પાકિસ્તાનની સીમામાં ઘૂસવાની અને ત્યારબાદ અમે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. અમારે જે જેફ-થંડર લડાકુ જહાજ છે, તેમણે પોતાના જહાજોને તબાહ કર્યા હતા અને અભિનંદનને પકડયા હતા. ફવાદ ચૌધરીએ કહ્યું કે મારી આખી સ્પીચ સાંભળશો કે વાંચશો તો વાત ક્લિયર થઇ જશે. તેની સાથે જ તેમણે કહ્યું કે ૧૪ ફેબ્રુઆરીના રોજ ચોક્કસપણે ગભરાટ થઇ હતી. તેના પર અમારા પ્રાઇમ મિનિસ્ટરે પણ વાત કરી હતી. અમે તમને ઓફર કરી હતી કે તમે આવો, પુરાવો આપો, સાથે મળીને પડતાલ કરીએ. પરંતુ તમે એ પણ ના કર્યું. પ્રોબ્લેમ એ છે કે હિન્દુસ્તાનની અંદર પાકિસ્તાનને લઇ ખૂબ જ ગુસ્સો છે જ્યારે પાકિસ્તાનમાં હિન્દુસ્તાનને લઇ આવું નથી.

(9:00 pm IST)