Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

રાજકોટમાં સાંજે 38 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 51 કેસ નોંધાયા : કુલ કેસ 8536 : આજે 68 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 493 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે વધુ 38 અને બપોરે 13 સાથે આજે કુલ 51 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 38 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8536 થયા છે. હાલમાં  493 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 68 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .આવી છે 

(8:09 pm IST)