Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

લોટરી સિસ્ટમ બંધ થશે તો H-1B વિઝા મુશ્કેલ બનશે

વિઝા ફાળવણીની સિસ્ટમમાં ફેરફાર કરવાનો નિર્ણય : હવે પગાર ધોરણ અનુસાર તેની ફાળવણી કરવા માટેની દરખાસ્ત કરાઈ, ભારતીયોને સૌથી વધુ અસર પહોંચશે

બેંગલુરુ,તા.૩૦ : ભારતીયોમાં લોકપ્રિય એવા એચ-૧બી વિઝાની ફાળવણી કરવાની સિસ્ટમમાં અમેરિકાએ ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અત્યારસુધી વિઝા લોટરી સિસ્ટમથી આપવામાં આવતા હતા, જેના બદલે હવે પગાર ધોરણ અનુસાર તેની ફાળવણી કરવાની દરખાસ્ત કરાઈ છે. જો એચ-૧બી આપવાની નવી સિસ્ટમ અમલમાં આવી ગઈ તો તેનાથી ભારતીય આઈટી એન્જિનિયર્સને મોટો ફટકો પડશે તેમ જાણકારોનું માનવું છે. તેમના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કાર્યરત ભારતીય આઈટી કંપનીઓના કર્મચારીઓ વિઝા પર યુએસ જતા હોય છે. જો તેને પગારધોરણ સાથે સાંકળી લેવાયા તો કંપનીઓનો ખર્ચો ખૂબ વધી જશે. છેલ્લા ચાર વર્ષથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એચ-૧બી વિઝા પર અમેરિકા આવતા બહારના લોકોને કારણે અમેરિકનોને મળતી નોકરીની તકોમાં ઘટાડો ના થાય તે માટે તેના પર નિયંત્રણ મૂકી રહ્યા છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટનું માનવું છે કે પગારધોરણના આધારે વિઝા આપવાની પ્રક્રિયા લોટરી સિસ્ટમ કરતા વધુ યોગ્ય છે.

જો સિસ્ટમ લાગુ પડી ગઈ તો કંપનીઓને કર્મચારીઓને વધારે પગાર આપવા પડશે કે પછી હાયર સ્કીલ ધરાવતા કર્મચારી માટે પિટિશન કરવી પડશે. આમ, નવી સિસ્ટમમાં કંપનીઓ ઓછા પગારથી એચ-૧બી વિઝા પર આવનારાને નોકરીએ નહીં રાખી શકે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યોરિટીના ડેપ્યુટી સેક્રેટરી કેન ક્યુસિનેલ્લીના જણાવ્યા અનુસાર, દરખાસ્ત દ્વારા ટ્રમ્પ સરકારે અમેરિકનોને પ્રાથમિકતા આપવાનું પોતાનું વધુ એક વચન નીભાવ્યું છે. એચ-૧બી પ્રોગ્રામ અમેરિકન નોકરીદાતા કે અને તેમના અમેરિકન ક્લાયન્ટ્સ દ્વારા દુરુપયોગ કરાતો હતો, જેમાં તેઓ ઓછા પગારમાં વિદેશમાંથી કર્મચારીઓને બોલાવી લેતા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, એચ-૧બી વિઝાને લોટરી સિસ્ટમ પર આપવાને કારણે દુનિયાના બેસ્ટ અને ટેલેન્ટેડ લોકોને અમેરિકા આવવાનો મોકો નથી મળતો, અને ઓછા પગારમાં કામ કરતા વિદેશીઓને કારણે અમેરિકનોને તે નોકરી નથી મળી શકતી. જો નિયમ લાગુ પડી ગયો તો ભારતીય આઈટી કંપનીઓ ઉચ્ચ પગાર મેળવતા પોતાના કર્મચારીઓને અમેરિકા લઈ જઈ શકશે.

(7:32 pm IST)
  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST