Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

આરોગ્ય સેતૂ એપઃ RTIનો બેદરકારીભર્યો જવાબ આપનારા પર કાર્યવાહીના આદેશ

સાચી માહિતી નહીં આપતા સરકાર ટીક્કાનો ભોગ બની હતી

નવી દિલ્હી: કોરોના કાળથી વિવાદમાં આવેલી આરોગ્ય સેતૂ એપને મુદ્દે કરાયેલી આરટીઆઇનો બેદરકારીભર્યો જવાબ આપવાના આરોપમાં સંબંધિત અધિકારીઓ સામે કેન્દ્રએ કાર્યવાહીના આદેશ આપ્યા છે. તાજેતરમાં આરોગ્ય સેતૂ એપના ડેવલપર્સની માહિતીને લઇને સરકાર પણ ટીકાનો ભોગ બની રહી છે.

કેન્દ્રિય સૂચના આયોગે આરોગ્ય સેતૂ એપ ડેવલપ કરનારની સાચી માહિતી ન આપવાના આ કેસમાં રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર (NIC)ને ફટકાર લગાવતા કારણ જણાવો નોટિસ આપી હતી. જે પછી કન્દ્ર સરકારે આરોગ્ય સેતૂ એપ સાથે જોડાયેલી માહિતી આપવામાં બેદરકારીભર્યા વલણ સામે કાર્યવાહી શરુ કરી હતી. આ પહેલા બુધવારે આઇટી મંત્રાલયે એક નિવદનમાં કહ્યુ હતું કે National Informatics Centreને ઉદ્યોગ જગત અને એકેડમિક ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓના સહયોગથી આરોગ્ય સેતૂ તૈયાર કરી હતી, જે એકદમ ઓપન પ્રોસેસ હતી. કોવિડ-19 સામે એપની ક્ષમતા અને ભૂમિકાને કઇને શક ન કરવો જોઇએ.

આ સંદર્ભે સરકારી સૂત્રોની માહિતી મુજબ આઇટી મંત્રાલયે એનઆઇસી અને નેશનલ ઇ ગર્વનેસ ડિવીઝનને સંગઠનમાં આરટીઆઇનો જવાબ આપનારા અધિકારીઓ પર કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

(7:02 pm IST)