Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ફેસબુક ઉપર મૂકી વિવાદિત પોસ્ટ

દર્દનાક સજા મળશે...ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને લઇને જાકિર નાઇકે ઓકયું ઝેર

નવી દિલ્હી તા. ૩૦: ઇસ્લામ પર વિવાદાસ્પદ નિવેદન અંગે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રો નું વિશ્વભરમાં દેખાવો થઇ રહ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ તેનો સતત ઉશ્કેરણીજનક પોસ્ટ આવી રહી છે જાકિરે પહેલા સોશ્યલ મીડિયા પર ફ્રાંસના પ્રોડકટસને બાયકોટ કરવાની અપીલ કરી હતી.

હવે જાકિર નાઇકે વધુ એક ઉશ્કેણીજનક પોસ્ટ મૂકી છે તેમાં લખ્યું, પરંતુ અલ્લાહના દુતને ગાળો આપનારને દર્દનાક સજા જાકિર નાઇક પર ભારતમાં પણ લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. અનેક એજન્સીઓના જણાવ્યા મુજબ ભારતમાં અનેક લોકો જાકિરના ભાષણોથી રેડિકલાઇઝ થયા છે.

થોડા સમય પહેલા ફ્રાંસમાં એક ટીચરે કલાસની અંદર વિદ્યાર્થીના પૈગમ્બર મોહમ્મદ સાહેબનું વિવાદાસ્પદ કાર્ટુન દેખાડવામાં આવ્યું હતું. ત્યારબાદ એક વિદ્યાર્થીએ તે ટીચરની હત્યા કરી. આ વારદાતને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોને ઇસ્લામી ત્રાસવાદી ગણાવ્યા હતા. તેની સાથે જ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈંહોએ પૈગમ્બર મોહમ્મદ સાહબના વિવાદાસ્પદ કાર્ટુનને યથાવત રાખવાની વાત કરી હતી.

ઇમૈનુઅલ મૈંહોના નિવેદન બાદ અનેક મુસ્લિમ દેશ વિરોધમાં ઉતરી આવ્યા છે ફિલિસ્તીન, તુર્કી, જોર્ડન, કતર, સાઉદી અરબ, બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત અનેક દેશમાં વિરોધ થઇ રહ્યા છે. તેમજ ફ્રાંસના પરોડકટસને બોયકોટ કરવામાં આવી રહી છે.

(3:47 pm IST)