Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ફ્રાંસનો વિરોધ... મુંબઇના રાજમાર્ગો ઉપર લાગ્યા મેક્રોના પોસ્ટર : ભોપાલમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા

મુસ્લિમ દેશોમાં જારી વિરોધ-પ્રદર્શનની આગ ભારત સુધી પહોંચી

નવી દિલ્હી, તા. ૩૦ : ફ્રાંસમાં પૈગંબર મોહમ્મદના કાર્ટુન અને ફ્રાંસના રાષ્ટ્રપતિના નિવેદન અંગે મુસ્લિમ દેશોમાં જાહેર થયેલા વિરોધની આગ ભારત સુધી પહોંચી છે. ભોપાલમાં જયાં કોંગ્રેસ નેતાના નેતૃત્વમાં ફ્રાંસ વિરૂદ્ધ વિશાળ રેલી કાઢવામાં આવી, બીજીબાજુ મુંબઇના ભીંડી બજારમાં રાતોરાત માર્ગો પર ફ્રાંસના રાષ્ટ્રપતિના પોસ્ટરોને પાથરી દેવામાં આવ્યા. જોકે બાદમાં પોસ્ટરને હટાવવામાં આવ્યા. આજે સવારે વાહન મૈક્રોના પોસ્ટરને ચગદીને જતા નજરે ચડયા.

આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રેલી કરનારા લોકો પર સખ્ત કાર્યવાહી કરવાની કરવાની વાત કરી છે. ઇમૈનુઅલ મૈક્રોના નિવેદન બાદ અનેક મુસ્લિમ દેશો-આગ પ્રસરી ગઇ છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ ભોપાલના ઇકબાલ મેદાનમાં વિશાળ રેલી કાઢવામાં આવી. કોંગ્રેસના વિધાયક આરિફ મસૂદે આ રેલનું આયોજન કર્યું. સોશ્યલ મીડિયા દ્વારા હજારોની ભીડ ઇકબાલ મેદાનમાં એકત્રીત કરવામાં આવી. જયાં મૈક્રોના પુતળા સળગાવામાં આવ્યા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોરોના કાળમાં મંજૂરી વગર આ પ્રકારની રેલી કાઢતા લોકો પર સખ્ત કાર્યવાહીની વાત કહી છે. તેઓએ ટ્વીટ કહ્યું મધ્યપ્રદેશમાં શાંતિનો ભંગ કરશે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. આ મામલે ૧૮૮ આઇપીસી હેઠળ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઇપણ આરોપીને માફ કરવામાં આવશે નહીં.

શિવરાજ સરકાર દ્વારા કાર્યવાહીની વાત પર કોંગ્રેસ વિધાયક મસૂદે રેલી કાઢવા અંગેનો બચાવ કર્યો. મસૂદે કહ્યું, ફ્રાંસના રાષ્ટ્રપતિ એ જે આપવા ધર્મગુરૂ અને ધર્મ વિશે નિવેદન આપ્યું અમે તેનો વિરોધ કરીએ છીએ. કોઇનો ધર્મ મંજુરી નથી આપતો કે કોઇના ધર્મગુરૂ વિરૂદ્ધ ટીપ્પણી કરવામાં આવે તેઓએ જે ટીપ્પણી કરી અને કાર્ટુન બનાવ્યું અમે તેનો વિરોધ કર્યો.

બીજીબાજુ મુંબઇમાં પણ ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રો વિરૂદ્ધ દેખાવો જોવા મળ્યા. ફ્રાંસનો વિરોધ કરી રહેલા મુસ્લિમ દેશો  હેઠળ મુંબઇ ભીંડી બજારમાં પણ રાતોરાત માર્ગ પર મૈક્રોના પોસ્ટર લગાવામાં આવ્યા. સવારે જયારે લોકો રસ્તા પર નીકળ્યા તો આશ્ચર્ય થયા. મુંબઇમાં આ પોસ્ટર કોણે લગાવ્યા તે હજુ રહસ્ય તેની જવાબદારી કોઇપણ સંગઠને લીધી નથી.

(3:13 pm IST)