Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વિપક્ષની મંજુરી નથી છતા સરકાર CIC અને ICs ના નામ એલાન કરવા તૈયાર

૨૪ ઓકટોબરે કમીટીની બેઠકમાં કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ અરજદારોની છંટણીને બીનજરૂરી ગણાવી

નવી દિલ્હી, તા.૩૦: કેન્દ્ર સરકાર ટુંક સમયમાં ભારતીય વિદેશ સેવાના પૂર્વ અધિકારી અને સુચના આયુકત યશવર્ધન કુમાર સિન્હાને મુખ્ય ચુંટણી આયુકત નિયુકત કરી શકે છે આ ઉપરાંત પત્રકાર ઉદય મહુરકરને પણ સુચના આયુકત તરીકે નીમાશે. જાણવા મળી રહ્યું છે કે સિપ્ટી સીએજી સરોજ પુન્હાનીને પણ સુચના આયુકત બનાવાનો નિર્ણય કરી લીધો છે. સરકારે કાર્મિક અને તાલીમ વિભાગે તેની જાણકારી સિન્હાને અગાઉથી જ આપી દીધી છે.

આ અંગે સિન્હાએ પુષ્ટિ કરી છે.

ઉલ્લેખનીય છે કે યશવર્ધનસિન્હા અને મહુરકરની નિયુકિતનો નિર્ણય સરકારે ત્યારે લીધો છે. જયારે તેના નામ પર વિચાર કરતી કમીટીમાં સામેલ વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ બંને નામો પર આપત્તિ વ્યકત કરીને એક પત્ર લખ્યો છે. ૨૪ ઓકટોબરે કમીટીની બેઠકમાં ચૌધરીએ અરજીઓની છટણીને અને કહ્યું હતું કે આ સંપૂર્ણ પ્રક્રિયા જ પારદર્શિતા અને જવાબદારીના લક્ષ્યને પૂરો કરતી નથી. જેની આરટીઆઇ એકટમાં પરિકલ્પના કરવામાં આવી હતી.

અધીર રંજન ચૌધરીએ બેઠક દરમ્યાન કહ્યું હતું કે સીઆઇસીનો વધુ આધારભૂત ઘરેલું અનુભવ હોવો જોઇએ તે પણ સેવા, કાયદો, વિજ્ઞાન, માનવાધિકાર અને સામાન્ય પ્રજા સાથે જોડાયેલા મુદા પર કે જે વિદેશ સેવા સાથે જોડાયેલા અધિકારી પાસે હોતો નથી. ચોધરીએ તર્ક આપ્યો હતો કે સુચના આયુકત વંજના એન સરના સિન્હાથી વરિષ્ઠ હતા અને પદ માટે યોગ્ય હતા.

(12:47 pm IST)