Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

લાખો ફ્રાંસીસીસઓને મારવાનો મુસ્લમાનોને અધિકાર

મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમોદનું ઝેરિલુ નિવેદન

પેરિસ,તા.૩૦ : ફ્રાન્સના નીસમાં આતંકી હુમલાને લઇ જયાં આખી દુનિયા ફ્રાન્સની સાથે સંવેદના અને એકજૂથતા દેખાડી રહ્યું છે ત્યાં મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદ એ ખૂબ જ ભડકાઉ નિવેદન આપ્યું છે. મહાતિરે આ હુમલાનું એ કહેતા સમર્થન કર્યું કે મુસલમાનોને લાખો ફ્રાન્સીસ નાગરિકોને મારવાનો હક છે.

મહાતિરે ગુરૂવારના રોજ નીસ હુમલા બાદ એક બ્લોગ પોસ્ટ લખ્યો, જેમાં તેમણે ફ્રાન્સના વિરૂદ્ઘ ખૂબ ઝેર ઓકયું છે. 'બીજાઓનું સમ્માન કરો'નામથી લખેલા આ બ્લોગમાં જો કે મહાતિરે નીસ હુમલાનો ઉલ્લેખ કર્યો નથી.

મહાતિરે ટ્વિટર પર એક પછી એક કુલ ૧૪ ટ્વીટ કરી. તેમાં તેમણે મુસલમાનોની સાથે ભેદભવની વાત કહી અને કહ્યું કે ફ્રાન્સે અતીતમાં મુસલમાનો પર જે અત્યાચાર કર્યો તેના માટે મુસ્લિમોને પૂરો અધિકાર છે કે તેઓ લાખો-લાખ ફ્રાન્સીસોને મોતને ઘાટ ઉતારી દે.

તેમણે કેમાં ચેચન્યાઇ વિદ્યાર્થી દ્વારા ફ્રાન્સીસ ટીચર સૈમુઅલ પેટીની નૃશંસ હત્યાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે, મુસ્લિમોને આક્રોશિત થવાનો અધિકાર છે. તેમણે પૂર્વમાં કરાયેલા નરસંહાર માટે લાખો ફ્રાન્સીસ નાગરિકોને મારવાનો પૂરો હક છે. પરંતુ હજુ સુધી મુસ્લિમ આંખના બદલે આંખની તરફ વધ્યા નથી. ફ્રાન્સે પોતાના નાગરિકોને બીજાની ભાવનાઓનો ખ્યાલ રાખવાની શિખામણ આપવી જોઇએ.

 ધ્યાનમાં રહે કે ફ્રાન્સમાં નીસ શહેરના નોટ્રડમ ચર્ચમાં એક હુમલાખોરે એક મહિલાનું ચાકુથી ગળું કાપી નાંખ્યું હતું. આ ઘટનામાં બે બીજા લોકો ઘાયલ થયા. અત્યાર સુધીની તપાસમાં ખબર પડી છે કે ૨૦ વર્ષનો હુમલાખોર ઇટલીના રસ્તે ફ્રાન્સમાં દાખલ થયો હતો. પોલીસે કહ્યું કે હુમલાખોર હાથમાં કુરાન અને ચાકુને લઇ ચર્ચની અંદર ઘૂસ્યો હતો.

(10:10 am IST)