Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

અમેરિકામાં હવે એચ -1 બી વિઝા મંજુર કરવાં માટે કોમ્યુટર ડ્રો પદ્ધતિ નાબૂદ કરવાની ભલામણ : ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યુરિટીનો નિર્ણય : ઓછા વેતન સાથે આવી રહેલા વિદેશી તજજ્ઞોને કારણે સ્થાનિક કર્મચારીઓના વળતર ઉપર થતી અસર રોકવાનો હેતુ

વોશિંગટન : અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યુરિટીએ એચ -1 બી વિઝા મંજુર કરવાં માટે કોમ્યુટર ડ્રો પદ્ધતિ નાબૂદ કરવાની ભલામણ કરી છે.જેના કારણમાં જણાવાયા મુજબ વિદેશી તજજ્ઞો ઓછા વળતર સાથે પણ કામ કરવા તૈયાર થઇ જતા હોવાથી સ્થાનિક કર્મચારીઓને મળતા વળતરમાં ઘટાડો કરવાની  ફરજ પડે છે.

ઉલ્લેખનીય છે કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ  22 જૂનના રોજ  એક આદેશ દ્વારા એચ-1બી વિઝા ઉપર ડિસેમ્બર માસ સુધી રોક લગાવી દીધી છે.જેને પરિણામે સ્થાનિક ગ્લોબલ કંપનીઓને મોટું નુકશાન થઇ રહ્યું છે.વિદેશી તજજ્ઞો પૈકી ભારતીયોમાં આ વિઝા ખુબ લોકપ્રિય છે.

(7:06 pm IST)