Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

રશિયાએ યુક્રેનના વધુ ચાર વિસ્તારો પર કબ્જો કર્યો :રાષ્ટ્રપતિ પુતિને જાહેરાત કરી

પુતિને કહ્યું કે રશિયાનો હિસ્સો બની ગયેલા આ નવા વિસ્તારોની સુરક્ષા માટે દરેક સંભવિત પગલાં લેવાશે:પુતિને યુક્રેનને મંત્રણા માટે બેસવા વિનંતી કરી પરંતુ ચેતવણી આપી છે કે મોસ્કો રશિયામાં સામેલ તેના ભાગોને છોડશે નહીં.

રશિયાએ યુક્રેનના વધુ ચાર વિસ્તારો પર કબજો જમાવી લીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક કાર્યક્રમ દરમિયાન આ પ્રદેશોના રશિયા સાથે વિલીનીકરણની જાહેરાત કરી હતી. આ સાથે હવે યુક્રેનના ખેરસન, ઝાપોરિઝહ્યા, ડોનેસ્ક અને લુહાન્સ્ક પ્રદેશો રશિયા સાથે જોડાઈ ગયા છે. પુતિને ક્રેમલિનમાં આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરીને યુક્રેનના ભાગોને રશિયા સાથે જોડવાની જાહેરાત કરવા માટે એક સમારોહનું આયોજન કર્યું હતું. પુતિને કહ્યું કે રશિયાનો હિસ્સો બની ગયેલા આ નવા વિસ્તારોની સુરક્ષા માટે દરેક સંભવિત પગલાં લેવામાં આવશે. તે જ સમયે, પુતિને યુક્રેનને મંત્રણા માટે બેસવા વિનંતી કરી છે, પરંતુ ચેતવણી આપી છે કે મોસ્કો રશિયામાં સામેલ તેના ભાગોને છોડશે નહીં.

ક્રેમલિનના ભવ્ય સફેદ અને સોનાના સેન્ટ જ્યોર્જ હોલમાં જોડાણ સમારોહમાં, પુતિન અને યુક્રેનના ચાર પ્રદેશોના વડાઓએ રશિયામાં જોડાવાની સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. આ સાથે સાત મહિનાથી ચાલી રહેલ યુદ્ધ વધુ ઉગ્ર થવાની આશંકા છે.

રશિયાએ યુક્રેનના કબજા હેઠળના પ્રદેશોને જોડવા અંગે લોકમત યોજ્યાના ત્રણ દિવસ બાદ આ સમારોહ યોજાયો હતો. યુક્રેન અને પશ્ચિમી દેશોએ તેને સીધું જમીન હડપવાનું ગણાવીને કહ્યું કે આ બંદૂકની અણી પર ખોટી કવાયત છે. 2014માં સ્વતંત્રતાની ઘોષણા પછીથી પૂર્વી યુક્રેનના અલગતાવાદી ડોનેટ્સક અને લુહાન્સ્ક પ્રદેશોને રશિયા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. યુક્રેન દ્વારા ક્રિમીયન દ્વીપકલ્પના જોડાણના થોડા અઠવાડિયા પછી જ રશિયાએ આ પગલું ભર્યું હતું. 24 ફેબ્રુઆરીએ રશિયન સૈનિકોએ યુક્રેન પર હુમલો કર્યાના દિવસો બાદ રશિયાએ દક્ષિણ ખેરસન ક્ષેત્ર અને પડોશી ઝપોરિઝ્ઝ્યાના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો હતો.

(8:17 pm IST)