Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ICC એ T20 વર્લ્ડ 2022ની ઈનામી રકમ જાહેર કરી : ફાઈનલ જીતનાર ટીમને મળશે 13 કરોડ

T20 વર્લ્ડ કપ માટે કુલ 5.6 મિલિયન ડોલરની ઈનામી રકમ : 16 ટીમો વચ્ચે ટૂર્નામેન્ટના અંતે સેમિફાઇનલમાં હારનાર ટીમ માટે US 4 લાખ ડોલરની રકમ નક્કી કરાઈ

ટી-20 વર્લ્ડ કપ 2022 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે.આ મેગા ઈવેન્ટની શરૂઆત પહેલા આઈસીસીએ ટૂર્નામેન્ટની ઈનામી રકમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આગામી T20 વર્લ્ડ કપ માટે કુલ 5.6 મિલિયન ડોલરની ઈનામી રકમ રાખવામાં આવી છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ લગભગ 45.67 કરોડ છે. આમાં, વિજેતાને સૌથી વધુ 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 13 કરોડ રૂપિયા મળશે, જ્યારે ફાઇનલમાં હારનાર ટીમને લગભગ 6.5 કરોડ રૂપિયા મળશે. ICC એ જાહેરાત કરી છે કે 13 નવેમ્બરના રોજ મેલબોર્નમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022ની વિજેતા ટીમને 1.6 મિલિયન ડોલરની ઈનામી રકમ મળશે, જ્યારે રનર-અપ ટીમને બેઝ રકમ આપવામાં આવશે.

16 ટીમો વચ્ચે એક મહિના સુધી ચાલેલી ટૂર્નામેન્ટના અંતે સેમિફાઇનલમાં હારનાર ટીમ માટે US 4 લાખ ડોલરની રકમ નક્કી કરવામાં આવી છે. તો સુપર 12માંથી બહાર થનારી 8 ટીમોમાં દરેક ટીમને 7 હજાર યુએસ ડોલર આપવામાં આવશે.

 

ટી20 વર્લ્ડ કપ 2022 પ્રાઈઝ મની યાદી

વિજેતા – 1.6 મિલિયન ડોલર (અંદાજે રૂ. 13 કરોડ)

ઉપવિજેતા – 0.8 મિલિયન ડોલર (અંદાજે રૂ. 6.5 કરોડ)

સેમી ફાઇનલમાં હારનારને – 0.4 મિલિયન ડોલર (અંદાજે રૂ. 3.26 કરોડ)

સુપર 12 – 40માં દરેક મેચ જીતનાર ટીમને સુપર 12માંથી બહાર થનારી દરેક ટીમને હજાર ડોલર (અંદાજે રૂ. 33.62લાખ)

પ્રથમ રાઉન્ડમાં દરેક મેચ જીતનાર ટીમને 70 હજાર ડોલર (અંદાજે રૂ. 57.09 લાખ)

40 હજાર ડોલર (અંદાજે રૂ. 33.62 લાખ)પ્રથમ રાઉન્ડમાંથી બહાર થનારી ટીમ

40 હજાર ડોલર (અંદાજે રૂ. 33.62 લાખ)

, ICC T20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે.વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા સહિત કુલ 8 ટીમો પ્રથમ રાઉન્ડમાં ટકરાશે.આમાંથી 4 ટીમ સુપર 12 માટે ક્વોલિફાય થશે.સુપર 12ની શરૂઆત 22 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચથી થશે.ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

(7:10 pm IST)