Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સેન્ટ્રલ વિસ્ટા પર સ્થાપિત ત્રણ સિંહના રાષ્ટ્રીય પ્રતિકમાં ફેરફાર કરાયો હોવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી : પ્રતિકમાં ક્યાંય કાયદાનું ઉલ્લંઘન જણાયું નથી : પ્રતીકને જોવાની દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે : નામદાર કોર્ટની ટિપ્પણી

ન્યુદિલ્હી : સેન્ટ્રલ વિસ્ટા બિલ્ડીંગની ઉપર સ્થાપિત સ્ટેટ એમ્બ્લેમ સામે દાખલ કરવામાં આવેલી અરજીને દાવો કરવામાં આવ્યો હતો કે તેની ડિઝાઇન સ્ટેટ એમ્બ્લેમ ઓફ ઈન્ડિયા (અયોગ્ય ઉપયોગ સામે પ્રતિબંધ) એક્ટ 2005નું ઉલ્લંઘન કરતી હતી, જેને આજ શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.જસ્ટિસ એમ.આર.શાહ અને કૃષ્ણ મુરારીની બેંચે કહ્યું કે તેમણે પ્રતીક જોયું છે અને તે 2005ના ભારતના રાજ્ય પ્રતીક (અયોગ્ય ઉપયોગ સામે પ્રતિબંધ) કાયદાનું ઉલ્લંઘન કરતું નથી.

પ્રતીક જે છાપ આપે છે તે વ્યક્તિના મન પર આધાર રાખે છે," કોર્ટે ટિપ્પણી કરી.

જે પ્રતીકની ફરિયાદ કરવામાં આવી છે તેમાંથી પસાર થયા પછી, એવું કહી શકાય નહીં કે તે કાયદાનું ઉલ્લંઘન છે, કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:56 pm IST)