Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

તામિલનાડુમાં RSSના સરઘસને 2 ઓક્ટોબરને બદલે 6 નવેમ્બરે મંજૂરી આપવાનો મદ્રાસ હાઇકોર્ટનો આદેશ :આરએસએસ નથુરામ ગોડસેને વંદન કરે છે અને ગાંધી જયંતિ પર રૂટ માર્ચ કરવા શા માટે આગ્રહ રાખે છે ? : પોલીસ તંત્રનો સવાલ

તામિલનાડુમાં RSSના સરઘસને 2 ઓક્ટોબરને બદલે 6 નવેમ્બરે મંજૂરી આપવાનો મદ્રાસ હાઇકોર્ટનો આદેશ :આરએસએસ નથુરામ ગોડસેને વંદન કરે છે અને ગાંધી જયંતિ પર રૂટ માર્ચ કરવા શા માટે આગ્રહ રાખે છે ? : પોલીસ તંત્રનો સવાલ

ચેન્નાઇ : મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ  પોલીસને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને 2 ઓક્ટોબરને બદલે 6 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી રૂટ માર્ચ માટે પરવાનગી આપવાનો નિર્દેશ આપ્યો છે.

તમિલનાડુ પોલીસે પૂછ્યું કે આરએસએસ નાથુરામ ગોડસેને વંદન કરે છે ત્યારે ગાંધી જયંતિ પર રૂટ માર્ચ કરવા શા માટે આગ્રહ કરી રહી છે.

જસ્ટિસ જીકે ઇલાન્થિરાયને કહ્યું કે જો પોલીસ આવી પરવાનગી આપવામાં નિષ્ફળ જશે તો કોર્ટને કોર્ટના અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની ફરજ પડશે.

2 ઓક્ટોબરના રોજ રાજ્યવ્યાપી રૂટ માર્ચ યોજવાની સંસ્થાને પરવાનગી નકારવા બદલ TN પોલીસ સામે RSS કાર્યકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી કોર્ટના તિરસ્કારની 30 અરજીઓની સુનાવણીમાં કોર્ટે આપ્યો હતો

એલાન્ગોએ જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સંભવિત સમસ્યાઓ અંગે રાજ્ય સરકારને ઓછામાં ઓછા સાત ગુપ્તચર અહેવાલો મળ્યા બાદ પોલીસે 27 સપ્ટેમ્બરે જ હાઈકોર્ટમાં સમીક્ષા અરજીઓ દાખલ કરી હતી.

"2 ઑક્ટોબરનો આગ્રહ શા માટે? જ્યારે તમે નાથુરામ ગોડસેને વંદન કરો છો ત્યારે ગાંધી જયંતિ કેમ? નક્કી આમાં કોઈ છૂપો એજન્ડા લાગે છે. તેવી શંકા પોલીસ તંત્રએ વ્યક્ત કરી હતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:46 pm IST)