Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ભારત ગરીબ વસ્‍તી ધરાવતો ધનાઢય દેશ : પ્રજા ભૂખમરો, બેકારી વેઠી રહી છે : ગડકરી

નાગપુર,તા.૩૦ :  કેન્‍દ્રીય  પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્‍યું હતું કે ભારત દેશ વિશ્વની પાંચમી મોટી અર્થવ્‍યવસ્‍થા તરીકે ઊભરી આવ્‍યો છે અને દેશ સમળદ્ધ હોવા છતાં વસ્‍તી ગરીબ છે અને ભૂખમરા, બેરોજગારી, જ્ઞાતિવાદ, અસ્‍પળશ્‍યતા તથા ફુગાવા જેવી સમસ્‍યાઓ સામે ઝઝૂમી રહી છે.ગરીબ અને તવંગર વચ્‍ચેનો તફાવત દેશમાં વધ્‍યો છે, જેને ઘટાડવો જરૂરી છે એમ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા  પ્રેરિત સંગઠન ભારત વિકાસ પરિષદ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમને સંબોધવા દરિમયાન તેમણે જણાવ્‍યું હતું.

 તેમણે કહ્યું હતું કે ‘આપણે વિશ્વમાં ઝડપથી વકસી રહેલું અર્થતંત્ર છીએ. ભારત ગરીબ વસ્‍તી ધરાવતો સમળદ્ધ દેશ છે. દેશ સમળદ્ધ છે, પણ વસ્‍તી ગરીબ છે અને ભૂખમરો, બેરોજગારી, ગરીબી, ફુગાવો, જ્ઞાતિવાદ, અસ્‍પળશ્‍યતા તથા સમાજની પ્રગતિ માટે ઉચિત ન હોય એવાં અન્‍ય પરિબળોનો સામનો કરી રહી છે. સમાજમાં આર્થિક અને સામાજિક સમાનતા પ્રસ્‍થાપિત કરવી જરૂરી છે. સમાજના આ બે વર્ગો વચ્‍ચેનું અંતર વધી ગયું છે. સામાજિક અસમાનતાની માફક આર્થિક અસમાનતા પણ વધી છે.'  તેમણે શિક્ષણ, આરોગ્‍ય અને સેવાઓના ક્ષેત્રે કામ કરવાની આવશ્‍યકતા પર ભાર મૂકયો હતો.

(4:08 pm IST)