Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ખાલી ૯.૯ લાખ જગ્‍યાઓ ભરવા કેન્‍દ્ર એકશન મોડમાં

૨૦૨૪ પહેલા ૧૦ લાખ સરકારી નોકરી આપવા તૈયારી

નવી દિલ્‍હી, તા.૩૦: કેન્‍દ્ર સરકાર ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા સરકારી વિભાગો-મંત્રાલયો, સરકારી કંપનીઓ (પીએસયુ) અને સરકારી બેંકોમાં લગભગ ૯.૯ લાખ ખાલી જગ્‍યાઓ ભરવા માટે મિશન મોડમાં છે. આ ખાલી જગ્‍યાઓ ભરવા માટે, કેન્‍દ્ર સરકારનો ખર્ચ વિભાગ સંબંધિત બેંકો, PSU કંપનીઓ અને અન્‍ય પક્ષો સાથે વાતચીત કરી રહ્યો છે અને નિયમિત ફોલોઅપ કરી રહ્યું છે.

દેશમાં ૪૧ લાખ મંજૂર સરકારી પોસ્‍ટ્‍સ છે, જેમાંથી ૩૧ લાખ લોકો પાસે હાલમાં સરકારી નોકરીઓ છે, જ્‍યારે ૯.૯ લાખ પોસ્‍ટ્‍સ ખાલી છે. આ જગ્‍યાઓ ભરવા માટે સરકાર તમામ વિભાગોના ડેટાની ચકાસણી કરી રહી છે. સરકારે નાણા મંત્રાલય સહિત તમામ વિભાગોમાં ડ્રાઇવરો, સફાઇ કામદારો અને વર્ગ IV કર્મચારીઓની ભરતી માટે પરિપત્ર જારી કરવાનું શરૂ કર્યું છે. નાણા મંત્રાલયે ૪૧,૦૦૦ જગ્‍યાઓ ભરવા માટે તમામ જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી માસિક ભરતી યોજનાઓ માંગી છે.

(10:44 am IST)