Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

અન્‍ડરગારમેન્‍ટસ જરૂર પહેરો : પાકિસ્‍તાનની એરલાઇન્‍સના ક્રૂ મેમ્‍બર્સને અનોખુ ફરમાન

ઈસ્‍લામાબાદ,તા.૩૦: પાકિસ્‍તાન તેની વિચિત્ર પ્રકારની હરકતો માટે હમેશા ચર્ચાઓમાં ઘેરાયેલું રહે છે. એવામાં પાકિસ્‍તાન ઈન્‍ટરનેશનલ એરલાઈન્‍સ(PIA) તરફથી હવે કેટલાક ફરમાન આપવામાં આવ્‍યા છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશે. પીઆઈએ તરફથી વિમાનના કેબિન ક્રૂ માટે એક નવો નિયમ બનાવવામાં આવ્‍યો છે. જે અંતર્ગત તમામ સ્‍ટાફ મેમ્‍બરે વ્‍યવસ્‍થિત રીતે અન્‍ડરગારમેન્‍ટ્‍સને પહેરવાના રહેશે.

પાકિસ્‍તાન ઈન્‍ટરનેશનલ એરલાઈન્‍સનો આ નવો નિયમ પુરુષ અને મહિલા બંને પ્રકારના સ્‍ટાફ મેમ્‍બર માટે છે. તેની પાછળનું કારણ જણાવતા કહેવામાં આવ્‍યું છે કે ફલાઈટમાં ક્રૂ મેમ્‍બર સારી રીતે તૈયાર ન હોવાના કારણે એક ખરાબ છબી બને છે. પીઆઈએનું માનવું છે કે ક્રૂ મેમ્‍બરોએ માત્ર ઓન ડ્‍યૂટી પર જ નહિ ઓફ ડ્‍યુટી સમયે પણ આ વાતનું ધ્‍યાન રાખવું જોઈએ કે તે પીઆઈએ સાથે જોડાયેલા છે.

પાકિસ્‍તાન ઈન્‍ટરનેશનલ એરલાઈન્‍સના નોટિફિકેશનમાં કહેવામાં આવ્‍યું છે કે ફલાઈટ રેસ્‍ટ દરમિયાન કેબિન ક્રૂ સાથે જોડાયેલા લોકો કેઝ્‍યુઅલ કપડા પહેરીને બીજા શહેરોમાં જાય છે. હોટલોમાં રોકાય છે. આ પ્રકારના ડ્રેસઅપને જોનારા પર ખરાબ અસર પડે છે અને સંસ્‍થાની પણ એક નેગેટિવ ઈમેજ બને છે.

જનરલ મેનેજર ફલાઈટ સર્વિસ આમિર બશીર તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કેબિન ક્રૂને કહેવામાં આવ્‍યું છે કે સ્‍ટાફના લોકો યોગ્‍ય અન્‍ડર ગારમેન્‍ટ્‍સની સાથે યોગ્‍ય રીતે સાદ કપડાને ડ્રેસઅપનો હિસ્‍સો બનાવે. આમીર બશીરના જણાવ્‍યા અનુસાર, કેબિન ક્રૂમાં સામેલ તમામ પુરુષ અને મહિલાઓ પોતાની દેશની સંસ્‍કૃતિના હિસાબથી કપડાને પસંદ કરે.

(10:13 am IST)