Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કહાની કોલકાતાના ચાઇનીઝ મહાકાળી મંદિરની, જ્‍યાં ચડાવાય છે નુડલ્‍સનો પ્રસાદ

કોલકતા,તા.૩૦: કોલકાતાના ચાઈનીઝ કાળી મંદિરની પૂજા ચીની સમૂદાય દ્વારા કરવામાં આવે છે. કોલકાતાના ટેંગરામાં ચાઈનીઝ કાલીવાડીને ચાઈનાટાઉન ઓફ ઈન્‍ડિયાના રૂપમાં જાણવામાં આવે છે.

માનવામાં આવે છે કે માં દુર્ગાના રૂપ બાળીની પૂજા માટે ચીની સમુદાય જમા થયો હતો અને એક જ સમય પર તમામ વૃક્ષની નીતે પૂજા કરી હતી. આજે દેશના સૌથી ચર્ચિત મંદિરમાનું એક છે. મંદિરમાં આવતા ભક્‍તોને પ્રસાદરૂપે નૂડલ્‍સ આપવામાં આવે છે. આ જ કારણ છે કે આ મંદિર બાકી મંદિરો કરતાં અલગ છે.

ટેંગરામાં બૌદ્ધ અને ખ્રિસ્‍તી ધર્મોના રિવાજોનું પાલન કરવામાં આવે છે, પરંતુ નવરાત્રી દરમિયાન અહીં પૂજાની અલગ જ રોનક જોવા મળે છે. કહેવામાં આવે છે કે આ મંદિર ૧૯૯૮માં તૈયાર કરવામાં આવ્‍યું હતું.

એક માન્‍યતા એ પણ છે કે ઘણા સમય પહેલા ચીની દંપતિનો દીકરો બીમાર હતો અને તેઓ કાળી માતાના શરણે આવ્‍યા અને તેમનું બાળક સ્‍વસ્‍થ થઈ ગયું. ત્‍યારથી ચીની સમુદાયમાં કાળી માતા પ્રત્‍યેનો વિશ્વાસ દૃઢ થયો અને પૂજા અર્ચના કરવા લાગ્‍યા.

(10:11 am IST)