Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કર્ણાટકમાં ‘ભારત જોડો યાત્રા’ના આગમન પહેલા રાહુલ ગાંધીના પોસ્ટર ફાટ્યા :કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો આરોપ

કોંગ્રેસ દ્વારા ગુંડલુપેટ વિસ્તારમાંથી પસાર થતા હાઈવે પર આ સ્વાગત પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા

રાહુલ ગાંધી કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ પર છે. કેરળ બાદ હવે તેમની યાત્રા કર્ણાટકમાં પ્રવેશવા જઈ રહી છે. અહીં આ યાત્રા ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ વિસ્તારમાંથી પસાર થવાની છે. એટલા માટે પાર્ટીના કાર્યકરોએ રાહુલ ગાંધીને આવકારવા માટે ઘણા પોસ્ટરો લગાવ્યા હતા, પરંતુ હવે તેમાંથી મોટા ભાગના ફાડી નાખવામાં આવ્યા છે. આ માટે કોંગ્રેસ દ્વારા ભાજપને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

  કેરળમાંથી પસાર થયા બાદ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ હવે ચામરાજનગર જિલ્લામાંથી કર્ણાટકમાં પ્રવેશવા જઈ રહી છે. 30 સપ્ટેમ્બરે યાત્રાએ રાજ્યમાં પ્રવેશ કર્યો તે પહેલા જ 40 થી વધુ સ્વાગત પોસ્ટરો તોડી નાખવામાં આવ્યા હોવાના અહેવાલો છે.

કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓના પોસ્ટર ફાડી નાખ્યા છે. કોંગ્રેસ દ્વારા ગુંડલુપેટ વિસ્તારમાંથી પસાર થતા હાઈવે પર આ સ્વાગત પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. અહીંથી ભારત જોડો યાત્રા નીકળવાની છે. પરંતુ હવે ફાટેલા પોસ્ટરની તસવીરો વાયરલ થઈ રહી છે.

(12:23 am IST)