Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

લોનધારકોને ઝટકો:કેન્દ્રના વિરોધ છતાં શશીકાંતદાસ રેપો રેટ વધારશે :કાલે નવી પોલિસીની કરશે જાહેરાત

રીઝર્વ બેંક પર રેપો રેટમાં વધારો નહીં કરવા સરકારનું દબાણ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સાથે ટકરાવના અહેવાલો વચ્ચે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય સમીક્ષા નીતિની બેઠક શરૂ થઈ ગઈ છે. 30 સપ્ટેમ્બર સુધી ચાલનારી બેઠકના અંતે રીઝર્વ બેંક ક્રેડિટ પોલિસીની જાહેરાત કરશે

સૂત્રોના જણાવ્યા અનુસાર રીઝર્વ બેંક પર રેપો રેટમાં વધારો નહીં કરવા સરકારનું દબાણ છે પણ ગવર્નર શક્તિકાન્ત દાસ સરકારની વાત માનવાના મૂડમાં નથી. દેશના અર્થતંત્રને સ્થિર રાખવા માટે રેપો રેટમાં વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી એવું દાસ નાણાં મંત્રાલયને સાફ શબ્દોમાં કહી ચૂક્યા છે.

એ જોતાં નાણાકીય સમીક્ષા નીતિની બેઠકમાં રેપો રેટમાં વધારો થવાની જાહેરાત કરવામાં આવશે એ સ્પષ્ટ છે. આ વખતે રેપો રેટમાં અડધા ટકા સુધીનો વધારો થઈ શકે છે

(9:33 pm IST)