Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ડાયાબિટીસના દર્દીઓને મોંઘી દવાઓથી છુટકારો મળશે : બાયોકોન વાયટ્રિસની દવા સેમગ્લીને મંજૂરી

ડાયાબિટીસના દર્દીઓને બ્લડ શુગર ઘટાડવા માટે હવે ફક્ત ઈન્સ્યૂલિન પર નિર્ભર રહેવાની કોઈ જરૂરિયાત નહીં પડે

નવી દિલ્હી :  ડાયાબિટીસના દર્દીઓને બ્લડ શુગર ઘટાડવા માટે હવે ફક્ત ઈન્સ્યૂલિન પર નિર્ભર રહેવાની કોઈ જરૂરિયાત નહીં હોય. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) એ બાયોકોન વાયટ્રિસની દવા સેમગ્લી ને મંજૂરી આપી દીધી છે. આ પહેલા એવા ઈંટરચેન્જેબલ બાયોસિમિલર પ્રોડક્ટ છે જે ડાયાબિટિસની સારવારમાં વપરાતા ઈન્સ્યૂલિનની જેમ જ કામ કરે છે

USFDA દ્વારા સેમગ્લી (ઈન્સ્યૂલીન ગ્લારજીન) ને મંજૂરી આપવાનો મતલબ છે.એને હવે સનોફીની દવા લૈટસની જગ્યા લઈ શકે છે. દર્દી હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ વિકલ્પના ઉપયોગ પર આ દવાને મેડિકલ સ્ટોરથી ખરીદી શકો છો.

આ બાયોસિમિલર દવા બાયોકોન બનાવશે. જ્યારે અમેરિકામાં સેમગ્લીની માર્કેટિંગ બાયોકોનની પાર્ટનર કંપની વાયટ્રિસ કરશે. USFDA ના કાર્યકારી આયુક્ત જેનેટ વુડકોકે એક પ્રેસ રિપોર્ટમાં કહ્યું છે. આ તે લોકો માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે રોજ ઈન્સ્યૂલિન પર નિર્ભર રહે છે. કારણ કે બાયોસિમિલર અને ઈન્ટરચેન્જેબલ બાયોસિમિલર પ્રોડક્ટ કાફી છે.

વુડકોકે કહ્યું, પહેલી ઈન્ટરચેન્જેબલ બાયોસિમિલર પ્રોડક્ટને મળેલી મંજૂરી યુએસએફડીએ ની દીર્ઘકાલિક પ્રતિબદ્ધતાને બતાવે છે. જે હેટળ બાયોલોજિકલ દવાઓને બજારમાં ઉતારવામાં આવી શકે છે. આ સૌથી ઓછા ખર્ચ પર બનેલી સુરક્ષિત, પ્રભાવી અને સારી ક્વોલિટીવાળી દવાઓ છે જે દર્દીઓને મદદમાં પ્રભાવી સાબિત થશે.

આ લાંબા સમય સુધી કામ કરનારા ઈન્સુલિનથી ગ્લાઈસેમિક કન્ટ્રોલમાં સુધારો જોવાઈ શકે છે. દુનિયાભરમાં ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસના કરોડો દર્દીઓ છે. કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ખૂબજ ઝડપી વધી છે. એવામાં આ નવી દવાઓ દર્દીઓને રાહત પહોંચાડવાનું કામ કરશે.

USFDA નું કહેવું છે કે આ ઈન્ટરચેન્જેબલ બાયોસિમિલર દવા સુરક્ષા અને ક્ષમતા અનુસાર પહેલાની અન્ય દવાઓની જેમ જ છે. અને તેના ક્લિનિકલ રિઝલ્ટમાં પણ કોઈ અંતર નથી. જો કોઈ દર્દી પહેલા લેંટસ લઈ રહ્યું છે તો એને સેમગ્લી ઉપયોગ કર્યા પછી કોઈ ફર્ક મહેસૂસ થશે.

સેમગ્લીને પહેલીવાર જૂન 2020માં માનવ ઈન્સુલિન એનાલોગના રૂપમાં મંજૂરી મળી હતી. એફડીએ એ હવે હેલ્થ કેર પ્રોવાઈડર્સ માટે કેટલીક નવી સામગ્રીઓ જારી કરેલી છે જેથી તે ઈન્ટરચેન્જેબલ બાયોસિમિલર પ્રોડક્ટને શીખી શકે. એમાં એક નવી ફેક્ટશિટ પણ સામેલ છે. જેમાં ઈન્ટરચેન્જેબલ બાયોસિમિલરના બાબતમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે.

(10:10 pm IST)