Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ફૂટપાથ પર રહેવાવાળા અને ભિક્ષુકોને વેક્સિન માટે સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળી વિશેષ અભિયાન ચલાવવા કેન્દ્રનો આદેશ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખી આદેશ આપ્યો

નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ફૂટપાથ પર રહેવાવાળા અને ભિક્ષુકોને વેક્સિન માટે સ્વયંસેવી સંસ્થાઓ સાથે ભેગા મળી વિશેષ અભિયાન ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સબંધમાં બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખી  આદેશ આપવામાં આવ્યો હતો. 

 સુપ્રીમકોર્ટે હાલમાં જ ફૂટપાથ પર રહેતા અને ભિક્ષુકોને વેક્સિન લાગડવા માટે સુનવણી થઈ હતી. જેમાં કોર્ટે કેન્દ્રને નોટિસ આપીને જવાબ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લાલ બત્તીઓના ઓર્ડરથી ભિક્ષુકોને હટાવી શકાય નહીં અને આવો કોઈ આદેશ પણ આપી શકાય નહીં. જસ્ટિસ ડી. વાઇ ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ આર શાહે બેન્ચને કહ્યું કે ગરબી ના હોત તો કોઈ ભીખ ન માંગેત. 

   આગળ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ભીખ માંગવાનું મુખ્ય કારણ ગરીબી છે. જેના પર આપણે માનવીય રીતે વિચારવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભિક્ષુકોને સાર્વજનિક સ્થળ અને ટ્રાફિક સિગ્નલથી દૂર ના જવું જોઈએ. જ્યારે ગરીબી ભીખ માંગવા માટે મજબૂર કરી દે તો સુપ્રીમ કોર્ટ સખત વલણ અપનાવી નથી શકતી. તેમણે આગળ કહ્યું કે આ એક સામાજિક અને આર્થિક સમસ્યા છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં માર્ગો પર રહેતા લોકો અને ભિક્ષુકોને રસી આપવા માટે કેન્દ્ર સરકારે અને દિલ્હી સરકારે તાત્કાલિક ધોરણે વિચારવું જોઈએ.

(9:21 pm IST)