Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ઇસ્લામિક કાયદા મુજબ લગ્ન કરનારને ફરજિયાત 1954 ની સાલના સ્પેશિઅલ મેરેજ એક્ટ હેઠળ નોંધ કરાવવાની ફરજ પાડવામાં આવે છે : દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીના અનુસંધાને નામદાર કોર્ટે GNCTD પાસે ચોખવટ માંગી

ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટમાં ઉત્તર પ્રદેશના એક મુસ્લિમ દંપતી વતી એનજીઓ ધાનક ફોર હ્યુમિનિટી દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવાયા મુજબ ઇસ્લામિક કાયદા મુજબ લગ્ન કરનારને ફરજિયાત 1954 ની સાલના સ્પેશિઅલ મેરેજ એક્ટ હેઠળ નોંધ કરાવવાની ફરજ પાડવામાં આવે છે . જેના અનુસંધાને નામદાર કોર્ટે ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરીટરી ઓફ દિલ્હી ( GNCTD ) નો ખુલાસો માંગ્યો છે.

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ ઇસ્લામિક કાયદા મુજબ લગ્ન કરનાર દંપતીને 2014 ની સાલના કમ્પલસરી રજીસ્ટ્રેશન મેરેજ ઓર્ડર મુજબ નોંધ કરી આપવામાં આવતી નથી. તથા 1954 ની સાલના સ્પેશિઅલ મેરેજ એક્ટ હેઠળ નોંધ કરાવવાની ફરજ પાડવામાં આવે છે.

જેના અનુસંધાને થઇ રહેલા વિરોધાભાસને કારણે જસ્ટિસ રેખા પલ્લીએ  GNCTD પાસે આ બાબતે ચોખવટ કરાવવા પિટિશનરના એડવોકેટને જણાવ્યું હતું. તથા GNCTD ને આ બાબતે ચોખવટ કરવા ત્રણ સપ્તાહનો સમય આપ્યો હતો.આગામી મુદત 4 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:46 pm IST)