Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ચીન અજીબોગરીબ ઘટના એક વ્યકિતએ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં જાતે જ ૨૦ સેમી લાંબી જીવતી Eel Fish ઘૂસાડી દીધી

પેટમાંથી કબજીયાતને દૂર કરવા માટે આવું કર્યુ

બેઈજિંગ, તા.૩૦:ચીનથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે એક વ્યકિતએ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં જાતે જ ૨૦ સેમી લાંબી જીવતી  Eel Fish ઘૂસાડી દીધી. ત્યારબાદ આ માછલી પ્રાઈવેટ પાર્ટમાંથી થઈને વ્યકિતના પેટમાં જતી રહી.  Eel Fish એ વ્યકિતના આંતરડામાં અનેક ઠેકાણે નુકસાન પહોંચાડ્યું.

ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટ મુજબ આ મામલે ખુલાસો ત્યારે થયો જયારે આ વ્યકિતને પેટમાં ખુબ જ દુખાવો થયો અને તે ડોકટરને બતાવવા માટે હોસ્પિટલ પહોંચ્યો. વાત જાણે એમ હતી કે પીડિત વ્યકિત ડરતો હતો કે જો આ સમસ્યા લોકોની સામે આવી જશે તો તેના વિશે લોકો શું વિચારશે? દર્દ જયારે અસહ્ય થઈ ગયું તો તે હોસ્પિટલ પહોંચી ગયો.

અત્રે જણાવવાનું કે ડોકટરોએ ઓપરેશન કરીને વ્યકિતના પેટમાંથી  Eel Fish ને બહાર કાઢી લીધી છે. પેટમાંથી જયારે આ માછલી બહાર કાઢવામાં આવી ત્યારે તે જીવતી હતી.

નોંધનીય છે કે આ વ્યકિતએ પોતાના પેટમાંથી કબજીયાતને દૂર કરવા માટે આવું કર્યું. તેણે આવા કોઈ નુસ્ખા અંગે સાંભળ્યું હતું કે પ્રાઈવેટ પાર્ટમાં  Eel Fish નાખવાથી કબજીયાત ઠીક થઈ જાય છે. ડોકટરોએ કહ્યું કે તેના કોઈ પુરાવા નથી કે  ચ્ફૂશ્ર Fishદ્ગક મદદથી કબજીયાત ઠીક થઈ શકે છે. આવા જીવલેણ નુસ્ખા અપનાવવાનું જોખમ ન લેવું.

અત્રે જણાવવાનું કે ગત વર્ષે પણ ચીનમાં આવો જ એક મામલો સામે આવ્યો હતો. ત્યારે ૫૦ વર્ષના એક વ્યકિતએ ૧૬ ઈંચ લાંબી  Eel Fish પોતાના પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધી હતી. માછલીએ આંતરડા ફાડી નાખ્યા હતા. માછલી વ્યકિતના પેટમાં એક અઠવાડિયા સુધી ફસાયેલી રહી હતી.

(4:08 pm IST)