Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સાડા ત્રણ વર્ષના બાળકની યાદશકિત અદભુત ૪૦ સુધીના પાળા, તમામ દેશોની રાજધાની મોઢે

ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નામ

નવી દિલ્હી : પંજાબના લુઘીયાનાના સાડા ૩ વર્ષના બાળક કુંવર પ્રતાપસિંહની યાદશકિત આંતરરાષ્ટ્રીય સ્તરે વાહવાહી મેળવી રહી છે. તેનું નામ ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયુ છે.સાથે જ તેને ચાઇલ્ડ પ્રોડીઝ મેગેઝીન માટે પણ પસંદ કરાયેલ છે. કુંવરને ૪૦ સુધીના પાળા, વિશ્વના બધા દેશોની રાજધાનીના નામ અને કોઇપણ સંખ્યાના ગુણાકાર અને અભાજય સંખ્યા મોઢે છે. કોન્વેન્ટ સ્કુલના છાત્ર કુંવરને તસ્વીરો દ્વારા કોઇ પ્રમુખ ઘટનાને યાદ રાખવાની વિલક્ષણ યાદશકિત છે. તેને પુસ્તકો વાંચવાનો શોખ છે અને કુંવર લાંબા શબ્દના ઉચ્ચારણમાં પણ અટકતો નથી.

(4:02 pm IST)