Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીને આખરી શ્રદ્ધાંજલિ : હરિધામ સોખડા ( ગુજરાત ) ના ફાઉન્ડર તથા યોગી ડિવાઇન સોસાયટીના હેડ ,આધ્યાત્મિક ગુરૂને 1 ઓગસ્ટ 2021 રવિવારના રોજ અમેરિકામાં શ્રદ્ધાંજલિ અપાશે : ઈન્ડો અમેરિકન કોમ્યુનિટી ઓફ નોર્થ અમેરિકા IACONA ) ના ઉપક્રમે ન્યૂજર્સીમાં સવારે 11-વાગ્યાથી 1- વાગ્યા દરમિયાન કરાયેલું આયોજન : તમામ કોમ્યુનિટી આગેવાનો તથા મિત્રોને હાજરી આપવા આમંત્રણ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : હરિધામ સોખડા ( ગુજરાત ) ના ફાઉન્ડર તથા યોગી ડિવાઇન સોસાયટીના હેડ ,આધ્યાત્મિક ગુરૂ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીને અમેરિકામાં 1 ઓગસ્ટ 2021 રવિવારના રોજ આખરી શ્રદ્ધાંજલિ અપાશે..આ દિવસે સોખડા અક્ષરધામ ખાતે પણ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલિ અપાશે .

પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીનું પ્રાગટ્ય 23 મે 1934 ના રોજ થયું હતું. તેઓ 26 જુલાઈ 2021 ના રોજ અક્ષરધામ સિધાવ્યા છે.

ઈન્ડો અમેરિકન કોમ્યુનિટી ઓફ નોર્થ અમેરિકા( IACONA ) ના ઉપક્રમે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન રોયલ ગ્રાન્ડ મેનોર ( અગાઉનું  ઈલોરા ) 2863 ,વુડબ્રિજ એવ ,એડિસન ન્યુજર્સી ,કોન્ટેક નં ( 732 ) 549 -2900 ખાતે કરાયું છે.જેમાં તમામ કોમ્યુનિટી આગેવાનો તથા મિત્રોને હાજરી આપવા IACONA તથા રોયલ આલબર્ટ પેલેસ એકઝીકયુટીવ કમિટીના નીચે મુજબના હોદેદારો 

શ્રી આલબર્ટ જસાણી , શ્રી વીરુ પટેલ ( 908 ) 705 -0122 , શ્રી મુકેશ કાશીવાલા( 908 ) 208-5455 ,શ્રી હારકેશ ઠાકુર જસ્સી ( સુબજી મંડી ) ડો.જયેશ પટેલ ,શ્રી આત્મા સિંઘ શ્રી જુનેદ કાઝી ,શ્રી દિપક ઠાકર ,શ્રી ભાવેશ દવે ,શ્રી જુંગેશ સોની ,શ્રી હસમુખ પટેલ ,શ્રી પંકજ બ્રહ્મભટ્ટ ,શ્રી અરવિંદ પટેલ ,ડો.સુનિલ પરીખ ,શ્રી બાલી પટેલ ,શ્રી મોન્ટી પટેલ ,શ્રી સન્ની સિંઘ ,શ્રી મુકેશ દેસાઈ ,શ્રી પાઉલ સિંઘ શ્રી ગુંજેશ દેસાઈ ,શ્રી સુરેન્દ્ર કટ્ટુલા ,શ્રી વિજય તિવારી ,શ્રી મિન્ટુ સિંઘ , શ્રી ધીરજ પારેખ ,શ્રી વિજય તિવારી ,શ્રી હિમાંશુ વ્યાસ ,શ્રી જસભાઈ પટેલ ,શ્રી સંજીવ પંડ્યા ,શ્રી નીતિ ગુર્જર ,શ્રી ભરત મહેતા ,શ્રી મહેશ પટેલ ,શ્રી રમાકાન્ત પટેલ ,શ્રી અનિલ પટેલ ,શ્રી ભરત રાણા ,શ્રી કિશોર શર્મા ,શ્રી અનિલ વસાણી ,શ્રી તેજલ પટેલ , ડોમિનિક સિક્વેરા શ્રી રામ ગડુલા ,શ્રી મુકુલ બિસ્નોઈ ,શ્રી ઠાકોર બલસારા , તથા શ્રી પ્રશાંત દેસાઈએ આમંત્રણ પાઠવ્યું છે.

(11:47 am IST)