Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જમ્મુ-કાશ્મીરનાં સામ્બા જિલ્લામાં શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન ત્રણ જુદા જુદા સ્થળે જોવાયા

સુરક્ષાદળોએ ફાયરિંગ કરતા ડ્રોન ગાયબ થયા : બારી-બ્રાહ્મણ, ચિલાદ્યા અને ગગવાલ વિસ્તારોમાં એક જ સમયે ડ્રોન જોવા મળ્યા

નવી દિલ્હી :  જમ્મુ-કાશ્મીરનાં સામ્બા જિલ્લામાં શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન ત્રણ જુદા જુદા સ્થળોએ ફરતુ જોવા મળ્યુ હતુ.અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે બારી-બ્રાહ્મણ, ચિલાદ્યા અને ગગવાલ વિસ્તારમાં ડ્રોન એક જ સમયે જોવા મળ્યા હતા.

જમીન પર ભારતીય સૈનિકો દ્વારા સતત હાર મળ્યા બાદ પણ પાકિસ્તાન સુધર્યુ નથતી, હવે તેણે આકાશમાંથી આતંક ફેલાવવાનો પ્રયાસ શરૂ કર્યુ છે. આ કડીમાં, શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જમ્મુ અને કાશ્મીરનાં સાંબા જિલ્લામાં ત્રણ અલગ-અલગ સ્થળો પર ફરતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે બારી-બ્રાહ્મણ, ચિલાદ્યા અને ગગવાલ વિસ્તારોમાં એક જ સમયે ડ્રોન જોવા મળ્યા હતા. જોકે, સુરક્ષા દળો દ્વારા ફાયરિંગ કર્યા બાદ આ ડ્રોન ગાયબ થઈ ગયા હતા. પાકિસ્તાનથી આવેલા આ ડ્રોન તે સમયે જોવા મળ્યા છે, જ્યારે પોલીસે લગભગ એક અઠવાડિયા પહેલા સરહદ કનાચક વિસ્તારમાં પાંચ કિલોગ્રામ આઈઈડી સામગ્રી ભરેલા પાકિસ્તાની ડ્રોનને નષ્ટ કર્યો હતો. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, બોર્ડર સિક્યુરિટી ફોર્સનાં જવાનોએ પાકિસ્તાનથી આવેલા ચિલાદ્યા વિસ્તારમાં પણ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું, ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ આ ડ્રોન પાકિસ્તાન પરત ફર્યું હતું.

બારી બ્રાહ્મણ અને ગગવાલ ખાતે જમ્મુ-પઠાણકોટ હાઇવે પર સંવેદનશીલ સુરક્ષા પ્રતિષ્ઠાનો પર અવરજવર કર્યા બાદ તુરંત જ અન્ય બે ડ્રોન આકાશમાંથી ગાયબ થઈ ગયા હતા. વળી, પોલીસ અન્ય સુરક્ષા દળો સાથે ઘટનાસ્થળે સંપૂર્ણ તપાસમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે, 23 જુલાઈનાં રોજ જમ્મુ -કાશ્મીર પોલીસે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક જમ્મુનાં કનાચક વિસ્તારમાં એક ડ્રોનને નિશાન બનાવી પાડ્યું હતું. આ ડ્રોન પાકિસ્તાનથી ભારતની સરહદ પર આવ્યું હતું. સૈનિકો દ્વારા ઠાર કરવામાં આવેલા ડ્રોનમાં પણ છ વ્હીલ હતા. આ સાથે, ડ્રોનમાં જીપીએસ અને ફ્લાઇટ કંટ્રોલ ડિવાઇસ પણ લગાવવામાં આવ્યા હતા.

(10:40 am IST)