Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

અમેરિકાના બિડેન -હેરિસ વહીવટી તંત્રમાં મહિલાઓનો દબદબો : યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અર્પિતા ભટ્ટાચાર્યની નિમણુંક : ક્લાઈમેટ ચેન્જ ,વધુ વળતર આપતી નોકરીઓ ,તથા ક્લીન એનર્જી ક્ષેત્રે કામગીરી સંભાળશે

વોશિંગટન : અમેરિકાના બિડેન -હેરિસ વહીવટી તંત્રમાં મહિલાઓનો દબદબો રહ્યો છે. વધુ એક મહિલાની મહત્વના હોદા ઉપર નિમણુંક કરવામાં આવી છે. જે મુજબ યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અર્પિતા ભટ્ટાચાર્યની નિમણુંક થઇ છે. તેઓ ડેપ્યુટી સેક્રેટરીના ડિપાર્ટમેન્ટમાં ક્લાઈમેટ ચેન્જ ,વધુ વળતર આપતી નોકરીઓ ,તથા ક્લીન એનર્જી ક્ષેત્રે ચિફ ઓફ સ્ટાફ તરીકે કામગીરી સંભાળશે .

સુશ્રી અર્પિતાએ આ અગાઉ સૂર્ય ઉર્જા કોમર્સીઅલ સોલાર પ્રોજેક્ટ વિકાસ અંગે ફોર્ચ્યુનની 500 કંપનીઓ માટે કામ કર્યું હતું. તથા આગળ જતા ચેનલ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ એન્ડ ફાયનાન્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:49 pm IST)