Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પહેલી કેબિનેટ બેઠકમાં ખરીફ પાક અને પાક વીમા અંગે ચર્ચા કરાઈ

શિંદેએ કહ્યું-. તમામ પેન્ડિંગ પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અમારું લક્ષ્ય મહારાષ્ટ્રનો વિકાસ કરવાનું છે

મુંબઈ :  મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેબિનેટની પહેલી બેઠક લીધી. પહેલી બેઠકમાં જ તેમણે ખરીફ પાક અને પાક વીમા અંગે ચર્ચા કરી હતી. બેઠક બાદ તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઘણા નિર્ણયો લાંબા સમયથી પેન્ડિંગ છે. તમામ પેન્ડિંગ પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અમારું લક્ષ્ય મહારાષ્ટ્રનો વિકાસ કરવાનું છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદે કેબિનેટની પ્રથમ બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.

 

(10:52 pm IST)