Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ઉદયપુરના કન્હૈયાલાલના હત્યારાઓને 13 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા: પૂછપરછમાં ખુલશે રહસ્ય

તપાસ એજન્સીઓને શંકા છે કે આરોપીઓએ હત્યાને અંજામ આપવા માટે ISISના વીડિયો જોયા હતા.

રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલના હત્યા કેસમાં ધરપકડ કરાયેલા બંને આરોપી રિયાઝ અખ્તારી અને ગૌસ મોહમ્મદને ગુરુવારે 13 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બંને આરોપીઓને ઉદયપુર જિલ્લા સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો

 હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ હત્યાને અંજામ આપનાર કેસની તપાસ પોતાના હાથમાં લઈ લીધી છે. આ કેસમાં ઘણા મોટા ખુલાસા થવાની આશા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. તપાસ એજન્સીઓને શંકા છે કે આરોપીઓએ હત્યાને અંજામ આપવા માટે ISISના વીડિયો જોયા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે આરોપીઓ ગુનો કર્યા પહેલા અને પછી પાકિસ્તાનમાં અજાણ્યા લોકોના સંપર્કમાં પણ હતા.

(9:37 pm IST)