Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

યુપીના મુખ્યમંત્રી યોગીએ દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનવા બદલ આપ્યા અભિનંદન

મને વિશ્વાસ છે કે તમારા લોક કલ્યાણકારી પ્રયાસોથી રાજ્ય સુશાસનના માર્ગે આગળ વધશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનવા બદલ અભિનંદન આપતાં કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસજીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ હાર્દિક અભિનંદન. મને વિશ્વાસ છે કે તમારા લોક કલ્યાણકારી પ્રયાસોથી રાજ્ય સુશાસનના માર્ગે આગળ વધશે અને વિકાસના નવા દાખલા સ્થાપિત કરશે. તમારા ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ.

(9:18 pm IST)