Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

કોઈ વ્યક્તિ નસીબને કર્તવ્ય સાથે જોડી દે છે, ત્યારે તેનું પતન તે જ દિવસથી શરૂ થઈ જાય: રાજ ઠાકરેનો કટાક્ષ

આટલા દિવસોથી સમગ્ર મુદ્દે મૌન સેવી રહેલા રાજ ઠાકરેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી

મુંબઈ :  મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહેલી હલચલ આખરે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શાંત થઈ ગઈ છે. આટલા દિવસોથી આ સમગ્ર મુદ્દે મૌન સેવી રહેલા રાજ ઠાકરેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ઉદ્ધવ પર કટાક્ષ કરતા કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ નસીબને કર્તવ્ય સાથે જોડી દે છે, ત્યારે તેનું પતન તે જ દિવસથી શરૂ થઈ જાય છે.

 તેમણે ટ્વિટ કર્યું, "જે દિવસથી માણસ પોતાના સારા નસીબને પોતાની વ્યક્તિગત ફરજ માનવાનું શરૂ કરે છે, તે દિવસથી પતનનો પ્રવાસ શરૂ થઇ જાય છે. જો કે, આ ટ્વિટમાં તેમણે કોઇનું નામ નથી લખ્યું, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેમણે આ ટ્વીટ દ્વારા ઉદ્ધવ પર કટાક્ષ કર્યો છે.

(8:56 pm IST)