Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

જય મા ઉમિયા...

સિદસરમાં રવિવારે ૨૫૧ કળશ પૂજન સાથે ‘મા ઉમા કળશ' યોજનાનો પ્રારંભ

ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે આ યોજના શરૂ કરવામાં આવેલી : કડવા પાટીદાર સમાજના ભામાશાઓ, દાતાઓ, મધ્‍યમ વર્ગના બે લાખ પરિવારો મા ઉમા કળશ યોજનામાં જોડાશે : ઉમિયાધામ તીર્થધામની સાથે પર્યટનધામ બનાવવાનો ઉદ્દેશ : જેરામભાઈ વાંસજાળીયા, જગદીશભાઈ કોટડીયા, મૌલેશભાઈ ઉકાણી, ચીમનભાઈ સાપરીયા : સર્વ સમાજને સાથે રાખી સશકત ભારત બને તેવો ઉદ્દેશ : ટ્રસ્‍ટીઓ ‘અકિલા'ની મુલાકાતે

શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા સમાજ ઉત્‍કર્ષ માટે અમલી બનાવાયેલ ‘મા કળશ યોજના' અંગે આજે અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા. તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સર્વે શ્રી ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ટ્રસ્‍ટીઓ જીવનભાઈ ગોવાણી, નાથાભાઈ કાલરીયા, પ્રભુદાસભાઈ કણસાગરા, કાંતિભાઈ માકડીયા, ભુપેશભાઈ ગોવાણી તથા મીડીયા સમિતિના કન્‍વીનર રજનીભાઈ ગોલ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૩૦ : પાવનભૂમી સિદસર ખાતે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્‍યમાં તાજેતરમાં જ નવનિર્મિત ઉમિયાધામના લોકાર્પણ બાદ મંદિર સંસ્‍થાન દ્વારા પાટીદાર સમાજના ઉત્‍કર્ષ માટે અનેક યોજના અમલી બનાવાય છે. જે અંતર્ગત દાતાઓના યોગદાન અને કાર્યકર્તાઓના શ્રમદાન થકી ઉમિયાધામ હવે તીર્થધામની સાથે પર્યટનધામ બની રહયુ છે. ઉમિયાધામના માધ્‍યમથી સોરાષ્‍ટ્રભરના બે લાખ પરિવારોને સાંકળતી માં ઉમા કળશ યોજનાનો આગામી તા. ૩ ને રવિવારથી પ્રારંભ થઈ રહયો છે.
કડવા પાટીદારોની આસ્‍થાનું કેન્‍દ્ર સમા ઉમિયા માતાજી મંદિર- સિદસરમાં આગામી તા. ૩ જુલાઈના રોજ સવારે ૯:૩૦ કલાકે મા ઉમિયાના ચરણોમાં રપ૧ કળશ પૂજન કરી મા ઉમા કળશ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્‍ટીઓ, દાતાઓ, કારોબારી સભ્‍યો, સંગઠન સમિતિના સભ્‍યો, મહિલા તથા યુવા સંગઠનના સભ્‍યો, મંદિરની તમામ સમિતિના સભ્‍યો ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમમાં બહેનો લાલ સાડીમાં તથા ભાઈઓ પીળા કુર્તા પાયજામાં સજજ થઈ ઉપસ્‍થિત રહેશે.
તા. ૯ થી ૧૩ ફેબુ્રઆરી-ર૦૧ર દરમ્‍યાન યોજાયેલા રજત જયંતી મહોત્‍સવની ઉજવણીને દશ વર્ષ પૂર્ણ થતા ગત તા. ૩ એપ્રિલ-ર૦રર રજત જયંતિ દશાબ્‍દી મહોત્‍સવમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે માં ઉમા કળશ યોજના તરતી મુકવામાં આવી હતી. ઉમિયા માતાજી મંદિર ના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખ ચિમનભાઈ સાપરીયા, જગદીશભાઈ કોટડીયા, રાજકોટ ઉમાભવનના મુખ્‍ય દાતા અને ટ્રસ્‍ટી જીવનભાઈ ગોવાણીએ જણાવ્‍યુ છે કે પાટીદાર સમાજમાં સંપ, એકતા, ભાઈચારા થકી સમાજ વિકાસનો શંખનાદ ફુંકવા તથા સંગઠનની શકિત અને ઉમાભકિત થકી સમાજ ઉત્‍કર્ષના કાર્યનો આ યોજના દ્વારા શુભારંભ થશે. ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા સમાજની પાયાની જરૂરીયાતના અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. સમાજ ઉત્‍કર્ષની વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં સમાજના શ્રેષ્‍ઠીઓ મોટા દાતાઓની જેમ સમાજના તમામ પરિવારો જોડાઈ શકે અને પોતાનું ફુલ પાંખડી રૂપ યોગદાન આપી શકે તેવા શુભ આશયથી પાટીદાર પરિવારના તમામ પરિવારો માટે માં ઉમા કળશ યોજનાનો શુભારંભ કરેલ છે. દાતાઓના આર્થિક યોગદાન અને કાર્યકર્તાઓના શ્રમદાન થકી ઉમિયાધામ સિદસર તિર્થધામની સાથે પર્યટન ધામ બની રહે તેમજ પાટીદાર સમાજ અને ઉમિયાધામ સિદસર આત્‍મર્નિર્ભર બને તે દિશામાં આ યોજના થકી  આગામી તા. ૩ જુલાઈના રોજ પ્રથમ પગરણ થશે. આગામી ૧ વર્ષમાં સોરાષ્‍ટ્રભરના ર લાખ પરિવાર સુધી તબકકાવાર ‘માં ઉમા કળશ યોજના' જે તે જી૯લા, તાલુકા, ગ્રામ્‍ય ઉમિયા પરિવાર સંગઠન સમિતિના માધ્‍યમથી પહોંચાડવાની નેમ હોવાનું પાટીદાર આગેવાનોએ જણાવેલ.
 ઉમિયાધામ સિદસરના આગેવાનો ઉમિયા માતાજી મંદિર ના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખ ચિમનભાઈ સાપરીયા, જગદીશભાઈ કોટડીયા, રાજકોટ ઉમાભવનના મુખ્‍ય દાતા અને ટ્રસ્‍ટી જીવનભાઈ ગોવાણીએ જણાવ્‍યુ હતુ કે સમાજ ઉત્‍કર્ષના ભગીરથ કાર્ય માટે સમાજનો મઘ્‍યમ વર્ગીય પરિવાર પણ મા ઉમિયાના ચરણોમાં ‘તારૂ તુજને અર્પણ' ના ભાવ સાથે મા ઉમા કળશ યોજના અંતર્ગત મા પધાર્યા મારે ધેર ના ભાવ સાથે પોતાના ધેર કળશનું સ્‍થાપન કરશે તેમજ સ્‍થાપિત કળશમાં પરિવારના સભ્‍યો દીઠ દૈનિક ઓછામાં ઓછા એક રૂપીયાથી લઈ યથાશકિત રકમનું યોગદાન આપવા સંક૯પ કરશે.
કળશની આ રકમ દર ૩/૬/૧ર મહિને પાકી પહોંચ આપી એકત્ર કરવામાં આવશે આ રકમને ઓનલાઈન બેંકમાં પણ જમા કરાવી શકાશે. ઉમિયાધામ દ્રારા આ રકમ સમાજ ઉત્‍કર્ષની આરોગ્‍ય, શિક્ષણ, સહીતની વિવિધ પ્રવૃતિમાં વાપરવામાં આવશે.
ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ જગદિશભાઈ કોટડીયા, ટ્રસ્‍ટીઓ જીવનભાઈ ગોવાણી, નાથાભાઈ કાલરીયા, પ્રભુદાસભાઈ કણસાગરા, કાંતીભાઈ માકડીયા તથા ભુપેશભાઈ ગોવાણીએ જણાવ્‍યુ હતુ કે ખેડુતો, ખેતી, યુવાઓ, મહિલાઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ તથા મંદિર સંસ્‍થાની વિવિધ ધાર્મિક અને સામાજીક પ્રવૃતી માટે સૌરાષ્‍ટ્રભરના ૧ર જી૯લાના ૭૭૬ ગામમાં ઉમિયા પરિવાર સંગઠન સમિતિના ૧૦ હજારથી વધુ સ્‍વયંસેવકોની ટીમ કાર્યરત છે. સૌરાષ્‍ટ્રભરમાં પથરાયેલા ઉમિયા પરિવાર સંગઠન સમિતિના માધ્‍યમથી આ કળશ યોજનાને આગામી ૧ વર્ષમાં તબકકાવાર ર લાખ પરિવારો સુધી પહોંચાડી આત્‍મનિર્ભર સમાજનિર્માણ કરવાનો સંક૯પ છે. ઉમિયા માતાજી મંદિર ટ્રસ્‍ટ સિદસરના નેજા હેઠળ ઉમા અમૃતમ્‌ યોજના થકી વિધવા ત્‍યકતા બહેનો, અનાથ બાળકો, નિરાધાર વૃઘ્‍ધોને મદદ આપવામાં આવે છે. કોરાના મહામારીમાં મંદિરના માઘ્‍યમથી અનેક જગ્‍યાએ ડોકટર સહીત બેડ, ઓકિસજન કોન્‍સન્‍ટ્રેટર, દવાઓ, રેપીડ ટેસ્‍ટ સહીતની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આરોગ્‍ય રથના માઘ્‍યમથી ગ્રામ્‍ય વિસ્‍તારમાં એચબી, બીપી સુગરની ચકાસણી તથા દવા વિતરણ વિનામૂ૯યે કરવામાં આવે છે. શૈક્ષણિક સંકુલોમાં અનેક બાળકોને ગુણવતાસભર શિક્ષણ, જરૂરીયાતમંદોને વિનામૂ૯યે શિક્ષણ તેમજ રહેવા-જમવાની સુવિધા આપવમાં આવે છે. કાયમી લગ્ન વ્‍યવસ્‍થા, સમૂહ લગ્ન સહાય, આર.ઓ. પ્‍લાન્‍ટ, વ્‍યસનમૂકિત, જળ સંચય, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન કૃષિ શિબિર, યુવા સંમેલનો, મહિલા સંમેલનો, શૈક્ષણિક સેમિનારો, કારકિર્દી માર્ગદર્શન, વિગેરે અનેકવિધ પ્રવૃતીઓ મંદિરના માઘ્‍યમ થી દાતાઓના સહયોગથી કરવામાં આવે છે.
 
એક બાળકીએ કહ્યું મારે પણ બચત પેટીમાં ભેગી કરેલી રકમનું યોગદાન આપવુ છે
મા ઉમા કળશ યોજનાનો આ રીતે પ્રારંભ થયો
રાજકોટ : ગ્રામ્‍ય વિસ્‍તારના મધ્‍યમ વર્ગીય પરિવારની એક નાની બાળકીએ કહયુ ‘મારે પણ મારી બચત પેટીમાં ભેગી કરેલ નાની રકમનું દાન આપવું છે' જગદંબા સ્‍વરૂપ આ બાળકી દ્વારા ભોળાભાવે કહેવાયેલ વાતમાં જાણે સમગ્ર સમાજના મઘ્‍યમ વર્ગના લોકોની લાગણીનો પડધો પડતો હતો. આ વિચારબીજને વાચા મળી રહે સમગ્ર સમાજના સામાન્‍ય પરિવારની લાગણીને ઝીલવા ઉમિયાધામ સિદસર સાથે તેના તાદાત્‍મયને જોડવા ‘માં ઉમા કળશ યોજનાનો' પ્રારંભ થયો.

પાટીદાર પરિવાર દરરોજ ૧ રૂા. લેખે વર્ષના ૩૬૫ રૂા. નિધિ જમા કરાવશે
‘ટીપે ટીપે સરોવર ભરાય' ની ઉકિતને ચરિતાર્થ કરતી આ માં ઉમા કળશ યોજનાનો પ્રારંભ પ્રાથમિક ધોરણે રાજકોટ શહેરમાં શરૂ થશે. આ કળશ યોજના થકી પ્રત્‍યેક પાટીદાર પરિવાર દરરોજનો ૧ રૂપિયા લેખે વર્ષના ૩૬પ રૂપિયા નિધિ જમા કરાવશે. રાજકોટ શહેરના રપ હજાર પાટીદાર પરિવારોને આ યોજનામાં પ્રથમ તબકકે જોડવામાં આવશે. ત્‍યારબાદ સૌરાષ્‍ટભરના બે લાખ પરિવાર સુધી આ યોજનાને લઈ જવાની નેમ છે. આ કળશ યોજના થકી એકત્ર થયેલી નિધી ઉમિયાધામ સિદસર દ્રારા સામાજીક, શૈક્ષણિક અને આરોગ્‍ય ક્ષેત્રે નિર્ધારીત વિવિધ પ્રોજેકટોમાં વપરાશે. પાટીદાર પરિવારો ની એકતા અને અખંડિતતાના ઉદાહરણરૂપ આ માં ઉમા કળશ યોજનામાં જોડાઈને સમાજ ઉત્‍થાનના સેવા યજ્ઞમાં આર્થીક યોગદાન થકી આહુતી આપવા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્‍ટ સિદસરના પ્રમુખ ચેરમેન તથા ટ્રસ્‍ટીઓ દ્રારા અપીલ કરવામાં આવી છે. તેમ પ્રેસ એન્‍ડ મિડીયા સમિતિ-સિદસરના રજનીભાઈ ગોલે જણાવ્‍યુ છે.

ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે આ યોજના શરૂ કરવામાં આવેલી

 


રાજકોટ : તાજેતરમાં યોજાયેલ રજત જયંતિ દશાબ્‍દી મહોત્‍સવમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે મા ઉમા કળશ યોજના તરતી મૂકવામાં આવી હતી તે પ્રસંગની તસ્‍વીર.

(3:39 pm IST)