Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

કનૈયાલાલ હાત્યાકાંડમાં પાકિ સ્તાન કનેકશન ખુલ્યુ ! : આરોપીઓ કરાચી સ્થિ ત દાવત-એ-લબૈક સંગઠ સાથે સંપર્કમાં હોવાનો ઘટસ્પોટ

ગૃહમંત્રાલયે રષ્ટ્રીય તપાસ એજન્સીને કેસની તપાસ પોતાના હાથમાં લેવા આદેશ આપ્યો : ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ૧૪૪ની કલમ લાગૂ કરવામાં આવી

ઉદયપુર તા.૨૯ : રાજસ્થાનનાં ઉદયપુરમાં થયેલ કનૈયાલાલની હત્યાનુ કનેકશન પાકિ સ્તાન સુધી પહોંચ્યુ છે. બનાવની પ્રાપ્તા વિ ગતો અનુસાર, પોલીસે ઘટનાને અંજામ આપનાર બે હત્યારાઓની ધરપકડ કરી પુછપરછ કરતા આરોપીઓએ કરાચી સ્થિ ત સુન્ની ઇસ્લામિ ક સંગઠન દાવાત-એ-ઇસ્લામી સાથે સંબંધ હોવાનુ તેમજ કદૃરપંથી માનસીકતા ધરાવતા તહરીક-એ-લબૈક સાથે સંપર્કમાં હોવાનુ કબુલ્યુ હતુ. જેને લઈ ગૃહમંત્રાલયે પણ સમગ્ર ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપી છે.

મંગળવારે રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી 38 વર્ષીય રિયાઝ અટારી અને ઉદયપુરના રહેવાસી 39 વર્ષીય ગૌસ મોહમ્મદે ટેલર કન્હૈયાલાલની તીક્ષ્‍ણ હથિયાર વડે ગરદન કાપીને હત્યા કરી હતી. પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનને કારણે તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આરોપી રિયાઝ વેલ્ડર છે અને તેણે આ વિવાદના ઘણા સમય પહેલા જ હત્યામાં વપરાયેલ હથિયાર તૈયાર કર્યું હતું.

બંને આરોપીઓની અત્યાર સુધીની પૂછપરછમાં તેઓએ સુન્ની ઈસ્લામના સૂફી બરેલવી સંપ્રદાય સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. તેમણે કરાચીમાં હાજર સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે જોડાણ પણ સ્વીકાર્યું છે. કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં અન્ય કટ્ટરપંથી સુન્ની સંગઠનો અને 'મુસ્લિમ બ્રધરહુડ' સાથે તેમના સંબંધો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઉદયપુર મામલામાં ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને આદેશ આપ્યા છે કે, તે આ કેસની તપાસ પોતાના હાથમાં લે. ગૃહમંત્રાલય દ્વારા પોતાના નિવેદનમાં કહેવાયુ છે કે, આ મામલામાં કોઈ પણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.

ઉદયપુરની ઘટના બાદ રાજસ્થાનમાં એલર્ટ છે. આ તમામની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજધાની જયપુર પહોંચ્યા છે. તે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરિય સમીક્ષા બેઠક કરશે. તેમણે ઉદયપુરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તથા હુમલો કરનારા લોકોના નેટવર્કની તપાસ કરવા માટે SITની ટીમ બનાવીને જયપુર મોકલી છે.

હત્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં 144ની કલમ લાગૂ કરાઈ છે

રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યૂ લગાવ્યો છે, તથા સમગ્ર રાજસ્થાનમાં 144ની કલમ લાગૂ કરી દીધી છે. તથા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ કેસની તપાસ કરવા માટે NIAના સિનિયર રેંકના અધિકારીઓની ટીમ ઉદયપુર મોકલવામાં આવી છે.

આ ઘટનાને અંજામ આપ્યા બાદ ઉદયપુરથી નાસી ગયેલા આરોપીઓને રાજસ્થાન પોલીસે રાજસમંદ જિલ્લામાં નાકા લગાવીને પકડી પાડ્યા હતા. બંને આરોપીઓ અજમેર શરીફ દરગાહ તરફ આગળ વધી રહ્યા હતા અને ત્યાં બીજો વીડિયો શૂટ કરવાના હતા. કન્હૈયાની હત્યા બાદ તરત જ તેણે આ હુમલાની જવાબદારી લીધી અને વોટ્સએપ ગ્રુપ દ્વારા વીડિયો વાયરલ કર્યો. એક વીડિયોમાં તેણે PM નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી

દાવત-એ-ઇસ્લામી શું છે

કરાચી સ્થિત દાવત-એ-ઈસ્લામીનો હેતુ કુરાન અને સુન્નતનો ફેલાવો કરવાનો છે. આ સંગઠન ઇસ્લામ શીખવવાના નામે લોકોને કટ્ટરપંથી બનાવે છે અને વિશ્વમાં શરિયાના અમલની હિમાયત કરે છે. પાકિસ્તાનમાં તેના મોટી સંખ્યામાં સમર્થકો છે અને તે ઈસ્લામિક દેશોમાં ઈસ્લાફેમી કાયદા લાગુ કરવા માટે કામ કરે છે.

(10:47 pm IST)