Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

૭ વર્ષ બાદ ફરી ભારતીય ટીમની જરસી પહેરી સંજૂ સેમસન મેદાને ઉતરતા દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો : સંજૂ સેમસનની ની ડર ઇનીંગેએ દર્શકોનુ મનોરંજન કર્યુ

સંજૂ સેમસનનાં મેદનમાં આવતાની સાથે જ ચારે કોર તેનુ નામ ગુંજવા લાગ્યુ : સંજૂ સેમસને ડેબ્યુ કર્યાનાં ૭ સાત વર્ષ બાદ તેની પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અડધી સદી ફટકારી

Alternative text - include a link to the PDF!

 

નવી દિલ્લી તા.૨૯ : ભારતીય ટીમમાં ૭ વર્ષ બાદ ફરી એક વખત સંજૂ સેમસન વાદળી જરસી જોવા મળ્યો હતો. ત્યારે હજૂ તો સંજૂ સેમસન મેદાને ઉતરે તે પહેલા જ મેદાન સંજૂ-સંજૂ નાં નામથી ગુંજી ઉઠયું હતુ. દર્શકો જેની ૭ વર્ષથી રાહ જોઈ રહ્રયા હતા. તે જ અંદાજમાં સંજૂ સેમસને દિ લધડક અને બેખોફ પારી રમી હતી અને ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યાને ૭ વર્ષ બાદ પોતાની પહેલી અડધી સદી ફટકારી હતી. અને ૪૪ બોલમાં ૭૭ રન ફટકાર્યા હતા. જેમાં ૯ ફોર અને ૪ સિ કસનો સમાવેશ આયર્લેન્ડ સામેની બીજી T20માં સંજુ સેમસનની ટશન જોવા મળી. તેણે નિડર રમત બતાવી, જે દરેક ભારતીય ક્રિકેટ ચાહકો જોવા માંગે છે. જો કે, સંજુના નામનો શોર તતેણે કરેલા કમાલ પહેલા જ ડબલિનના મેદાન પર ગુંજવા લાગ્યો હતો. તે સમયે એવું લાગતું હતું કે સંજુ સેમસનનું નામ જ પૂરતું છે. આ નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે સંજુ સેમસન બેટ લઈને મેદાન પર ઉતર્યો ન હતો. પ્લેઈંગ ઈલેવનમાં તેની રમત અને હાજરીના સમાચાર હમણાં જ દર્શકો સુધી પહોંચ્યા હતા. અચાનક શાંત સ્ટેડિયમમાં એવો અવાજ સંભળાયો જાણે કંઈક મોટું થયું હોય. આ સમાાચાર હાર્દિક પંડ્યા એ આપ્યા હતા અને, દર્શકોએ ખુશીઓ બતાવી દીધી હતી.

સંજુ સેમસને વર્ષ 2015માં T20Iમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તમે એ હકીકત પરથી અનુમાન લગાવી શકો છો કે તેને જેટલી તકો મળી છે તેના આધારે તે ટીમની બહાર છે. આ દરમિયાન સંજુએ માત્ર 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આવી સ્થિતિમાં, જ્યારે તેને આ વખતે તક મળી ત્યારે તેણે છોડ્યું નહીં પરંતુ એક એવી ઇનિંગ રમી જેણે ભારતીય થિંક ટેન્કને વિચારવા પર મજબૂર કરી દીધી.

સંજુની ઇનિંગ્સ અદ્ભુત હતી, ધમાકેદાર રહી હકી. એ ઇનીંગની અસર પણ થઈ. પરંતુ સૌથી મોટી વાત એ થઈ કે T20Iમાં તેની પ્રથમ અડધી સદીની રાહ પૂરી થઈ. T20Iમાં ડેબ્યુ કર્યાના 7 વર્ષ બાદ સંજુએ અડધી સદી ફટકારી હતી. આયર્લેન્ડ સામેની બીજી ટી20માં ઓપનિંગ કરતા તેણે 42 બોલમાં 77 રન ફટકાર્યા હતા, જેમાં 9 ફોર અને 4 સિક્સ સામેલ હતી. 183.33 ના સ્ટ્રાઈક રેટથી રમાયેલી સેમસનની આ તોફાની ઈનિંગ્સનો શોર પણ ખૂબ સંભળાયો હતો. પરંતુ આ પહેલા પણ ડબલિનના સ્ટેડિયમમાં ધમાલ મચી હતી.

કહે છે ને કે ધડાકા પછી અવાજ સૌ કોઈને સંભળાય છે. મજા તો ત્યારે આવે છે જ્યારે ધમાલ તે પહેલા બસ તેના નામ પર થઇ જાય. અને આવું જ ડબલિનમાં સંજુ સેમસન સાથે થયું. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ સમયે સંજુ પ્લેઈંગ ઈલેવનમાં હોવાની જાહેરાત કરતાની સાથે જ શાંત સ્ટેડિયમમાં શોર ગુંજવા સાથે જાણે ધમાલ મચી ગઈ હતી.

આયર્લેન્ડને ઘાયલ કરી દેતી, સંજુએ ન માત્ર તેની પ્રથમ અડધી સદી ફટકારી, પરંતુ ભવિષ્ય માટેના દરવાજા પણ ખોલ્યા. હવે અંદર બેઠેલા મેનેજમેન્ટે નક્કી કરવાનું છે કે તેઓ શું નિર્ણય લે છે.

(10:21 pm IST)