Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

હાઇવેલ્‍યુ ટ્રાન્‍ઝેકશનની જાણ બેંકો, સંસ્‍થાઓ ૩૧ મે સુધીમાં ITને કરે

SFT જો વિલંબ થાય તો રોજના રૂા. ૧૦૦૦ની પેનલ્‍ટી થશે : ગત નાણાંકીય વર્ષની માહિતી સમયસર રજુ કરવા આઇટીનું ટ્‍વીટ

નવી દિલ્‍હી,તા. ૩૦ : ઇન્‍કટેક્‍સ વિભાગે બેંકો,કંપનીઓ, કેપિટલ માર્કેટમાં સક્રિય હોય તેવી પેઢીઓ, વિદેશી હુંડીયામણના ડીલરોને ટ્‍વીટ કરીને જાણ કરી છેકે. તેમણે ૩૧મી મે સુધીમાં તેમના સ્‍ટેટમેન્‍ટ ઓફ ફાયનાન્‍સિયલ ટ્રાન્‍ઝેકશન જમા કરાવી દેવા. જો આ STF જમા કરાવવામાં વિલંબ થશે તો દૈનિક રૂ.૧૦૦૦ની પેનલ્‍ટી થઈ શકશે.

ઇન્‍કમટેક્‍સ વિભાગને ૩૧મી મે સુધીમાં નાણાંકીય વર્ષ ર૦રર -૨૩ના એસએફટી રજૂ કરવાના હોય છે. જો એસએફટી રજૂ કરવામાં વિલંબ થાય અથવા તો ચૂક થાય તો દૈનિક રૂ.૧૦૦૦ની પેનલ્‍ટી થશે. આ સ્‍ટેટમેન્‍ટ ફાઈલ ન કરનાર અથવા તો ચોકસાઈ પૂર્વક રજૂ ન કરનારને પણ પેનલ્‍ટી થશે. બેંકો, સહકારી બેંકો. ડિવિડન્‍ડ ઈસ્‍યુ કરતી કંપનીઓને ઇન્‍કમટેક્‍સ વિભાગને નાણાંકીય વ્‍યવહારો અંગે જાણ કરવાની હોય છે. કેપિટલ માર્કેટની પેઢીઓ. વિદેશી હૂંડિયામણના ડિલરોને પણ વાર્ષિક અહેવાલ રજૂં કરવાનો હોય છે. એસટીએફમાં રૂ.૧૦ લાખ ઉપરાંતની રોકડથી ડીડી અને અથવા પે ઓર્ડર અથવા બીજી બેંક ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ, રૂ.૫૦ લાખની રોકડ જમા કરાવવી કે ઉપાડવી.રૂ.૧૦ લાખ ઉપરાંતની ટાઇમ ડિપોઝિટ વગેરેનો સમાવેશ કરાય છે.

નિષ્‍ણાતોના જણાવ્‍યા મુજબ એસએફટી દ્વારા માહિતી જે ઇન્‍કમટેક્‍સ વિભાગને મળે છે તેના દ્વારા તંત્ર કરદાતાઓ સ્‍વૈચ્‍છિક રીતે રિટર્ન ફાઇલ કરવા માટે આગળ આવે તે માટે પ્રિ- ફીલ ટેક્‍સ રિટર્ન તેયાર કરે છે. તંત્ર થર્ડ પાર્ટી પાસેથી જે માહિતી મેળવે છે તેનો ઉલ્લેખ કરદાતાએ તેના રિટર્નમાં કર્યો છે કે, નહિ તે ચેક કરવા માટે કરે છે. આઇટીની ઇ- વેરિફિકેશન સ્‍કીમમાં ચકાસણી કરાય છે. કરદાતાઓ માટે હવે તેમના ટેક્‍સ રિટર્નના હિસાબો અપડેટ કરવા માટે પણ તક રહી છે. (૨૨.૭)

કરદાતાની માહિતી AIR દ્વારા મેળવવામાં આવે છે

કરદાતાની આવક સહિતની માહિતી એન્‍યઅલ ઇન્‍ફર્મેશન રિપોર્ટમાં ફોર્મ ૨૬ASમાં રજુ થતી હોય છે. કરદાતા AIS (એન્‍યુઅલ ઇન્‍ફોર્મેશન સ્‍ટેટમેન્‍ટ)ની માહિતી ઇન્‍કમટેક્‍સના ઇ- કાઇલિંગ પોર્ટલ WWW.incometax.gov.inઉપર લોગ ઇન કરીને મેળવી શકે છે. એઆઇએસમાં કરદાતાના સેવિંગ એકાઉન્‍ટના વ્‍યાજ, ડિવિડન્‍ડ, ભાડાની આવક. સિક્‍યુરિટી- મિલકતની ખરીદી અને વેચાણ . વિદેશી રેમિટન્‍સ, ડિપોઝીટ ઉપર વ્‍યાજ, જીએસટી ટર્નઓવર વગેરેની માહિતી હોય છે. કરદાતાને આ વ્‍યવહારો ઉપર ફીડબેક આપવાનો વિકલ્‍પ પણ આપે છે.

AI આધારિત સિસ્‍ટમમાં કરદાતાની ઉપર નજર રહે છે

આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ આધારિત ઇન્‍કમટેક્‍સ વિભાગની સિસ્‍ટમ છે . તેમાં ઇન્‍કટેક્‍સના અધિકારીઓ કરદાતાની તમામ માહિતી ઉપર વોચ રાખતા હોય છે. આ ઉપરાત જે કરદાતા કર છુપાવતો હોય તેને હાઇરિસ્‍ક તરીકે ગણીને તેની ખરીદી,આવક, બેંકના વ્‍યવહારો,વિદેશી પ્રવાસ,મોંઘી ખરીદી, કાર ખરીદી,પ્રોપર્ટી ખરીદી, શેર બજારમાં રોકાણા મ્‍યુચ્‍યુઅલ ફંડના રોકાણનું વેરિફિકેશન કરે છે.

(11:48 am IST)