Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

સર્કસમાં કામ કરતા વધુ એક બિનસ્થાનિક કર્મચારીની અનંતનાગમાં આતંકીઓએ હત્યા કરી

જમ્મુ ક્ષેત્રના ઉધમપુર જિલ્લાના દિપક નામના નાગરિકની સોમવારે સાંજે કાશ્મીરના  અનંતનાગના આશાજીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ દીપક, જિલ્લામાં જંગલાત મંડી નજીક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક ખાનગી સર્કસ મેળામાં નોકરી કરતો હતો. આતંકીઓ નાસી છૂટયા હતા. સર્ચ ઓપરેશન ચાલુ. એક વર્ષમાં, ખીણમાં બિન-સ્થાનિકો અને કાશ્મીરી પંડિતોની સંખ્યાબંધ ટાર્ગેટ કિલિંગ થઈ હતી, જોકે પોલીસે ટાર્ગેટ કિલિંગમાં સામેલ તમામ આતંકીઓને મારી નાખવાનો દાવો કર્યો છે.

(1:02 am IST)