Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ઈટાલીના મશહૂર ફૂટબોલર મિનો રાઓલાનું 54 વર્ષની ઉંમરે નિધન :મૃત્યુની અફવાના થોડા કલાકો બાદ મૃત્યુ

મૃત્યુની અફવા ફેલાતા સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે હું જીવતો છું: હવે પરિવારે સોશિયલ મીડિયા પર નિધનની કરી જાણ

ઈટાલીના મશહૂર ફૂટબોલર મિનો રાઓલાનું મોત થયું છે. તેઓ 54 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. ઈટાલીમાં જન્મેલા રાઓલા નેધરલેન્ડમાં મોટા થયા હતા તેઓ સોસરના સૌથી પાવરફૂલ ખેલાડી છે. મિનો રાઓલાના પરિવારે ટ્વિટર પર મેસેજ પોસ્ટ કરીને લખ્યું કે અત્યંત દુખ સાથે અમે પ્રેમાળ અને અદ્દભૂત ફૂટબોલ એજન્ટના મોતના સમાચાર જાહેર કરીએ છીએ. 

મિનો રાઓલાનું મોત બીમારીને કારણે થયું હતું. સવારમાં સોશિયલ મીડિયા પર તેમના મોતની અફવા ફેલાઈ હતી ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે હું જીવતો છું.અફવાના થોડા કલાક બાદ તેમનું અવસાન થયું હતું.

ઈટાલીમાં જન્મેલી રાયોલા જાન્યુઆરી મહિનાથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.  તે પોલ પોગ્બા, જીઆનલુઈગી ડોનારુમા, અર્લિંગ ઓલાંદે, મારિયો બાલોટેલ્લી, મથાઈસ ડી લિટ, ઝ્લાટન ઈબ્રાહીમોવિચ જેવા સુપરસ્ટાર ફૂટબોલરોનો એજન્ટ હતા.. રાયોલાનો ઉછેર નેધરલેન્ડમાં થયો હતો. તે ડચ ફૂટબોલ ક્લબ એચએફસી હાર્લિમની યુવા ટીમનો ભાગ હતા.

 

(10:15 pm IST)