Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગોરખનાથ મંદિર હુમલો :આરોપી મુર્તજાને લઈને મોટો ખુલાસો : ISIS સાથે કનેક્શન હોવાનો ઘટસ્ફોટ

મુર્તજા આઈએસઆઈએસ પ્રોપેગેંડા એક્ટિવિસ્ટ મહેદી મસરૂર બિસ્વાસ સાથે સંપર્કમાં હતો: આરોપી આઈએસઆઈએના આતંકી વિચારધારાને પ્રોત્સાહ આપનારા જેહાદી સાહિતથી પ્રભાવિત હતો

 

ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કરનારા આરોપી અહમદ મુતર્જા અબ્બાસીને લઈને યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે આરોપી સાથે પૂછપરછ બાદ કહ્યું કે, મુર્તજા આઈએસઆઈએસ પ્રોપેગેંડા એક્ટિવિસ્ટ મહેદી મસરૂર બિસ્વાસ સાથે સંપર્કમાં હતો. એટલું જ નહીં, આરોપી આઈએસઆઈએના આતંકી વિચારધારાને પ્રોત્સાહ આપનારા જેહાદી સાહિતથી પ્રભાવિત હતો.

તેની સાથે જ પ્રશાંત કુમારે કહ્યું કે, 2013માં મુતર્જાએ અંસાદ ઉલ તૌહીદ આતંકી સંગઠનના શપથ લીધા હતા, પણ 2014માં આ સંગઠન આઈએસઆઈએસમાં વિલય થઈ ગયું, જે બાદ 2020માં મુર્તજાએ આઈએસઆઈએસના ફરી વાર શપથ લીધા હતા. એટલું જ નહીં આરોપીએ પોતાની બેંક ખાતામાંથી લગભગ સાડા આઠ લાખ રૂપિયા યુરોપ, અમેરિકા અને અન્ય દેશોમાં આઈએસઆઈએસ સમર્થકોને મોકલ્યા હતા.

યુપીના એડીજી લો એન્ડ ઓેર્ડર પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર અમહદ મુતર્જા અબ્બાસીએ આતંકી ઘટનાને લઈને ઈંટરનેટથી એકે-47, કાર્બાઈન અને મિસાઈલ ટેક્નોલોજીના વીડિયો જોયા હતા. આ ઉપરાંત ફાયરિંગ માટે એર રાઈફલથી મુર્તજાએ પ્રેક્ટિસ પણ કરી હતી, એડીજીના જણાવ્યા અનુસાર આરોપીનો પ્લાન ગોરખનાથ મંદિરમાં તૈનાત સુરક્ષાકર્મીઓ પર હુમલો કરીને તેમના હથિયારો છીનવી મોટી ઘટનાને પાર પાડવાનો હતો. પણ પોલીસે સમય રહેતા તેનો પ્લાન ફ્લોપ કર્યો હતો.

(10:10 pm IST)