Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

લોકપ્રિય સિંગર તરસેમ સિંહ સૈનીનુ લીવર ફેઈલ થવાના કારણે લંડનમાં થયું નિધન

તાજના નામથી ઓળખાતા આ સિંગરના પ્રશંસકો શોકમાં ગરકાવ

મુંબઈ :90ના દાયકાના લોકપ્રિય સિંગર તરસેમ સિંહ સૈનીનુ  લંડનમાં નિધન થયુ છે. તેમની ઉંમર 54 વર્ષ હતી તેમણે નચાંગે સારી રાત, ગલ્લા ગોરિયા અને દારૂ વિચ પ્યાર જેવા હિટ ગીતો દ્વારા પ્રશંસકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. પૉપ સિંગર તરસેમ સિંહ સૈનીને લોકો તાજના નામથી પણ ઓળખે છે.  મીડિયા રિપોર્ટસ મુજબ, લીવર ફેલ થવાના કારણે તેમનુ નિધન થયુ છે. સિંગર તરસેમ સિંહ સૈની ઉર્ફે તાજનુ નિધન લંડનમાં 29 એપ્રિલ, 2022ના રોજ થયુ. મીડિયા રિપોર્ટસ મુજબ, તાજ છેલ્લાં કેટલાંક સમયથી સારણગાંઠની બિમારીથી પરેશાન હતા. તે સતત 2 વર્ષથી પોતાની  સારવાર કરાવી રહ્યાં હતા. એટલું જ નહીં, તરસેમ ગયા મહિને કોમામાંથી બહાર આવ્યાં હતા. તેમના પરિવારે 23 માર્ચે સિંગર કોમામાંથી બહાર આવ્યાની જાણકારી આપી હતી. અહેવાલ મુજબ, કોરોનાકાળ શરૂ થયા બાદ તેની સર્જરી થવામાં ખૂબ મોડુ થયુ. 

સિંગર તરસેમ સિંહ સૈનીના નિધનના કારણે મ્યુઝીક ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફેલાયો છે. સોશિયલ મીડિયામાં તેના ચાહકો અને તેને પસંદ કરનારા લોકો સિંગરને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. તેઓ બેન્ડ સ્ટીરિયો નેશનના લીડ સિંગર રહી ચૂક્યા છે. 

 

(8:28 pm IST)