Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગુસ્સે ભરાયેલા કિંગ કોબ્રાનો અદ્ભુત વીડિયો થયો વાયરલ : લોકોએ કહ્યું - કરી રહ્યો છે પ્રાણાયામ : જોઈને દંગ રહી જશો

નવી દિલ્હી : ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું વાઈરલ થઈ જશે તે કહી શકાય તેમ નથી. ઈન્ટરનેટ પર દરરોજ ઘણા વીડિયો દેખાય છે. આમાંથી ઘણા વિડીયો વાયરલ થતા રહે છે. આમાંથી કેટલાક વીડિયો ચોંકાવનારા પણ હોય છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કિંગ કોબ્રાનો છે. કિંગ કોબ્રા સાપની સૌથી ખતરનાક પ્રજાતિઓમાંની એક છે. જો કે કિંગ કોબ્રાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં તે શિકાર કરતા જોવા મળે છે. પરંતુ હવે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અલગ છે.

વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ શકાય છે કે એક કિંગ કોબ્રા પોતાની ફેણ ફેલાવીને બેઠો છે અને તે શ્વાસ બહાર કાઢી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રાણાયામ કરતી વખતે જે રીતે વ્યક્તિ શ્વાસ અંદર લે છે અને બહાર કાઢે છે તે જ રીતે કિંગ કોબ્રા પણ ઝડપથી શ્વાસ લેતો અને બહાર કાઢતો જોવા મળે છે. કિંગ કોબ્રા જે રીતે બેઠો છે તે જોઈને ખબર પડે છે કે આ કોબ્રા ખૂબ જ ગુસ્સામાં છે અથવા તો પોતાના શિકાર પર હુમલો કરવાની ફિરાકમાં છે.

આ વીડિયોને IFS ઓફિસર સુસાંત નંદા દ્વારા ટ્વિટર પર રીટ્વીટ કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શન આપ્યું છે - શું કોબ્રા પ્રાણાયામ કરી રહ્યો છે? આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 17 હજારથી વધુ વખત જોવામાં આવી છે. લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

લોકો આ વીડિયોને લઈને અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. મોટાભાગના લોકો કહે છે કે કોબ્રા યોગ ગુરુની જેમ પ્રાણાયામ કરી રહ્યો છે. તે જ સમયે, કેટલાક યુઝર્સે કહ્યું કે એવું લાગે છે કે તે મેડિટેશનમાં છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે કોબ્રા તેના શિકાર પર હુમલો કરવાની ફિરાકમાં છે. આ વિડીયો ક્યનો છે ટે હજુ જાણી શકાયું નથી.

(5:56 pm IST)