Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જમ્મુ-કાશ્મીરમાં ગરમીનો કહેર વધતા ખેડૂતોને અનાજની ખેતી ન કરવા તંત્રની સુચના

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૩૦ :.. જમ્મુ - કાશ્મીરમાં આ વખતે ભારે ગરમીના કારણે લોકોની મુશ્કેલી વધી છે. આ વખતે વિજ સંકટ અને પાણીની તંગીના કારણે ખેડૂતોને અનાજ ખેતી ન કરવા સુચના આપવામાં આવી છે.
હાલમાં જમ્મુ-કાશ્મીરમાં ૬ થી ૮ કલાકનો વિજકાપ લાદી દેવામાં આવ્યો છે. જેના કારણે ધોમધખતા તાપમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.
વિજ સંકટના કારણે પાણીની તંગી પણ સર્જાય છે જેના કારણે સિંચાઇ વિભાગ દ્વારા અનાજની ખેતી ન કરવા તથા ઓછી પાણીની જરૂરીયાત વાળી ખેતી કરવા સુચના અપાઇ છે. (પ-૩૧)

(5:20 pm IST)