Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કૃપા કરીને સ્‍વીગી ખરીદો જેથી સમયસર ડીલીવરી કરે

શુભમને ઈલોન મસ્‍કને ટેગ કરી કહ્યું

નવીદિલ્‍હીઃ જયારથી વિશ્વના સૌથી ધનિક વ્‍યક્‍તિ એલોન મસ્‍કે માઇક્રોબ્‍લોગિંગ પ્‍લેટફોર્મ ટ્‍વિટર ખરીદ્યું છે. ત્‍યારથી ટ્‍વિટર પર લોકો વધુ સક્રિય થવા લાગ્‍યા છે.  ખુદ ઈલોન મસ્‍કે અનેક ટ્‍વિટ કરીને લોકોને ચોંકાવી દીધા છે.  આ યાદીમાં યુવા બેટર શુભમન ગિલનું નામ પણ જોડાઈ ગયું છે. તેણે ટ્‍વીટ કરીને ઈલોન મસ્‍કને પણ ટેગ કર્યા છે.  ગિલે ટ્‍વીટ કરીને લખ્‍યું, એલોન મસ્‍ક, કળપા કરીને સ્‍વિગી ખરીદો જેથી તે સમયસર ડિલિવરી કરે.
 ઇલોન મસ્‍ક શુભમન ગિલનું આ ટ્‍વીટ કદાચ વાંચી શકયા ન હોય, પરંતુ ફૂડ ડિલિવરી સ્‍ટાર્ટઅપ સ્‍વિગીએ ગિલના મેસેજનો જવાબ આપ્‍યો છે.
સ્‍વિગીના ટ્‍વિટર એકાઉન્‍ટમાંથી ગિલના જવાબમાં, તેણે લખ્‍યું, હાય શુભમન, ટ્‍વિટર અથવા ટ્‍વિટર નહીં, અમે ફક્‍ત તમારા ઓર્ડર (જો તમે ઓર્ડર કર્યો હોય તો) બધું જ પરફેક્‍ટ હોય તેવું ઇચ્‍છીએ છીએ.  તમારી વિગતો સાથે DMમાં અમારો સંપર્ક કરો, અમે ઝડપથી કાર્યવાહી કરીશું.
 થોડા સમય પછી બીજું ટ્‍વિટ આવ્‍યું, જેમાં લખ્‍યું હતું કે અમને તમારો સંદેશ મળ્‍યો છે.  ફરી મળ્‍યા

 

(10:57 am IST)